Yugen Coffee Table Book Banner
Home Local News પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો

પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિપત્રના અમલીકરણનો અભાવ: વિલંબ, અસુવિધા અને ભ્રષ્ટાચારના આક્ષેપો પાંચ વર્ષ છતાં ધ્યાને આવ્યા નથી

Surat Municipal Corporation's Lack of Circular Implementation

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

સુરત મહાનગર પાલિકાના શહેર વિકાસ ખાતામાં છેલ્લા પાંચ વર્ષથી પરિપત્રનો અમલ ન થતો હોવાની ફરિયાદ ઊઠી છે. જેના કારણે પ્લાન મંજૂર થવામાં વિલંબ થઇ રહ્યો છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. આ મામલે સુરત પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલનની બેઠકમાં પણ  પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે, તેની કોઇ અસર જોવા મળતી હોય એવુ લાગતું નથી.

સુરત મહાનગર પાલિકાના શહેર વિકાસ ખાતામાં ઓન લાઇન પ્લાન પાસ કરાવતા પહેલાં પ્લોટ વેલીડેશન સર્ટિફિકેશન માટે અરજદારોને રોજે રોજ ધક્કા ખાવાની નોબત આવી છે. આ મામલે વિરોધ પક્ષના ઉપનેતા મહેશ અણઘડે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવા સાથે લોકોના કામ ન થતા હોવાની પણ ફરિયાદ કરી હતી. ઓન લાઇન પ્લાન પાસ કરાવવા માટેની આ કવાયત પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ખૂબજ વિલંબ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઊઠી છે. આ મામલે રાજ્ય સરકારે પાંચ વર્ષ પહેલાં એક પરિપત્ર જારી કરી અને સ્પષ્ટ ગાઇડ લાઇન આપી હતી પરંતુ શહેર વિકાસ ખાતા દ્વારા આ પરિપત્રનો અમલ કરવાની દરકાર પણ લેવામાં આવી નથી.

વર્ષ 2020માં પરિપત્રમાં શું જોગવાઇઓ કરવામાં આવી હતી

1-      શહેર વિકાસ ખાતાએ  28 દિવસમાં પ્લાન મંજૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે

2-      ઇ-નગર પોર્ટલ પર મંજૂરીના ત્રણ તબક્કા (એલ-1,એલ-2 અને એલ-3 ) રહેશે

3-      એલ-2 કક્ષાએ ડોક્યુમેન્ટ ચકાસણી અને ક્વેરી હોય તો શરૂઆતના ચાર દિવસમાં અરજદારને જાણ કરી 14 દિવસમાં ખામીઓની પૂર્તતા કરવાની રહેશે

4-      પ્રિસ્ક્રુટીની પાસ થયેલા નકશાની મેન્યુઅલ ચકાસણી તમામ પેરામીટર્સનું પાલન થતું જણાય તો એલ-2 અધિકારીએ 10 દિવસમાં સ્થળ તપાસ કરવી

5-      એલ-3 અધિકારીએ અરજી પ્રાપ્ત થયા બાદ દિવસ છ માં ચકાસણી કરી નિર્ણય કરવાનો રહેશે. મંજૂરીના કિસ્સામાં 15 દિવસમાં ફી ભરવા અરજદારને સિસ્ટમ મારફત જાણ કરવાની રહેશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :