Yugen Coffee Table Book Banner
Home Local News સુરત એરપોર્ટના જૂના ટર્મિનલને હવે રિ ડેવલપ કરી પિક અવર કેપેસિટી ત્રણ...

સુરત એરપોર્ટના જૂના ટર્મિનલને હવે રિ ડેવલપ કરી પિક અવર કેપેસિટી ત્રણ હજાર મુસાફરોની કરાશે

સુરત એરપોર્ટ ટર્મિનલ પુનઃવિકાસ: 3000 મુસાફરોની પીક-અવર ક્ષમતા બમણી કરવી, મુસાફરોના અનુભવ અને સુવિધાઓમાં વધારો

The old terminal of Surat Airport is set to undergo redevelopment

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળ્યા બાદ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવેલા નવા ટર્મિનલ બિલ્ડિંગને પણ કાર્યાન્વીત કરી દેવામાં આવ્યુ છે. હાલમાં સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં યાત્રિકોના ઘસારાને પહોંચીવળવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જૂના ટર્મિનલ બિલ્ડિંગને રિ ડેવલપ કરવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. જેથી પિક અવરમાં એરપોર્ટની કેપેસિટી 1800 મુસાફરથી વધીને ત્રણ હજારની થઇ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

જૂનું ટર્મિનલ બિલ્ડિંગ 8474 ચોરસ મિટર હતું જેમાં 17046નો વધારો કરાતા બિલ્ડિંગ 25520 ચોરસ મિટરનું બની ગયુ છે. જો કે હવે માત્ર જૂના ટર્મિનલ બિલ્ડિંગને રિ ડેવલપ કરવામાં આવશે આમ પહેલા પિક અવર્સમાં ટર્મિનલ બિલ્ડિંગની કેપેસિટી 600 મુસાફરની હતી જે 1800 થઇ અને હવે ત્રણ હજારની થવાની છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાલમાં 1200 ડોમેસ્ટીક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરની કેપેસિટી હતી જે હવે 2400 ડોમેસ્ટીક અને 600 ઇન્ટરનેશનલ મુસાફરોની કેપેસિટી થઇ જશે. જૂના ટર્મિનલ બિલ્ડિંગને રિ ડેવલપમેન્ટ માટે રૂ.17.26 કરોડનું ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યુ છે. આ કામ છ માસમાં પૂર્ણ કરવાની મુદત આપવામાં આવી છે. ઇજારેદારો 14 માર્ચ 2024 સુધી બીડ ભરી શકશે અને 15 તેમજ 22 માર્ચના રોજ બે તબક્કામાં ટેન્ડર બીડ ખોલવામાં આવશે. આ પ્રક્રિયાને સરળતાથી અને સમયસર પૂર્ણ કરવા માટેના તમામ સ્તરે પ્રયાસો કરવામાં આવશે. સુરત એરપોર્ટની સુવિધાઓમાં દિવસે  ને દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ લેવલનું બનાવવા માટેના તમામ પ્રયાસો એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે સુરત એરપોર્ટ પર મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળતી થશે.

સુરત એરપોર્ટને રિ ડેવલપ થયા બાદ આટલી સુવિધા મળતી થશે

ડોમેસ્ટિક સિક્યુરિટી એરિયા ઓછો થશે

સુરત એરપોર્ટલપર હાલમાં સિક્યુરિટી હોલ્ડ એરિયા 7050 ચોરસ મીટર છે જે ઘટાડીને 5,865 ચોરસ મિટર કરવામાં આવશે. જ્યારે 2240 મીટરના ઇન્ટરનેશનલનો સિક્યુરીટી હોલ્ડ એરિયામાં કોઇ સુધારો કરાશે નહીં, ઉપરાંત બોર્ડિંગ ગેટ્સ અને ઇન્ટરનેશન સિક્યુરિટી ચેક મશીનમાં કોઇ સુધારો કરાશે નહીં. હાલમાં બોર્ડિંગ ગેટસ સાત છે અને ઇન્ટરનેશનલ સિક્યુરિટી ચેક મશીન 4 છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :