Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
સમગ્ર દેશમાં નાના મોટા શહેરોમાં મકાનોની માંગ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ હોવાનું આંકડાઓ પરથી ફલિત થાય છે. નેશનલ હાઉસીંગ બેન્કના આંકડાઓ દર્શાવે છે કે એક વર્ષમાં 25 લાખ રૂપિયા અને તેનાથી વધુની કિંમતના મકાનોની માગમાં 32 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022-23માં દેશમાં આ કિંમતની રેન્જમાં 14 લાખ મકાનોનું વેચાણ થયું હતું. વર્ષ 2023-24 માટે આ આંકડો લગભગ 29 ટકા વધીને 18 લાખ પર પહોંચ્યો છે. નવા નાણાવર્ષમાં આ આંકડો 28 ટકા વધીને 23 લાખને પાર થવાની ધારણા છે. આ આંકડો દર્શાવે છે કે સમગ્ર દેશમાં રિઅલ એસ્ટેટ માર્કેટ તેજીમાં છે. આ ટ્રેન્ડ મુંબઇથી લઇને ભોપાલ, ઇન્દોર, રાંચી અને સુરત જેવા શહેરોમાં છે. નિષ્ણાતોનું કહેવુ છે કે વર્ષ 2008 બાદ પ્રથમ વખત જ આવી તેજી જોવા મળી રહી છે.
બીજી તરફ પ્રોપર્ટીના ભાવમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. નેશનલ હાઉસીંગ બેન્કના ડેટા દર્શાવે છે કે બે વર્ષમાં 47 ટકાનો વધારો થયો છે. જયપુર, રાયપુર, ચંદીગઢ પટના જેવા શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો વધીને 5થી 7.5 હજાર રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટ થઇ છે જે કોવિડ પહેલા સરરેરાશ 4થી 5 હજાર રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટ હતી. નિષ્ણાંતોના મત પ્રમાણે આ વર્ષે પ્રોપર્ટી સરેરાશ 30 ટકા મોંઘી થઇ શકે છે. તેનું કારણ સિમેન્ટ, લોખંડ વગેરેના ભાવમાં થયેલો વધારો છે.
જમીનના ભાવ આસમાને, આગામી સમયમાં આવી સ્થિતિ રહેશે
મકાનોની કિંમત સતત વધી રહી છે વર્ષ 2023-24માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં મકાનોની કિંમતમાં 32 ટકાનો વધારો થયો છે. મજબૂત માગ, વધતો બાંધકામ ખર્ચ આ વધારાનું મુખ્ય કારણ છે. આગામી સમયમાં પણ માગ મજબુત રહેશે, બાંધકામ ખર્ચ વધતો રહેશે જેથી ભવિષ્યમાં પણ ભાવ વધવાની શક્યતા છે. પ્રોપર્ટીની કિંમતો વધી રહી છે. રિઝર્વ બેન્કની આગામી નાણાકીય નીતિ પછી જો વિવિધ બેન્કો હોમ લોનની દરખાસ્તમાં ઘટાડો કરે તો પણ પ્રોપર્ટીની કિંમતનો પ્રમાણમાં એટલી હદે વધી જશે કે ઘટેલી ઇએમઆઇની અસર ઘણી ઓછી થશે. દરેક વ્યક્તિને પોતાનું ઘર જોઇએ છે તેથી જ્યાં સુધી માગ મજબૂત રહેશે ત્યાં સુધી ભાવ વધતા રહેશે. આજ બજારનો સામાન્ય નિયમ દરેક શહેરોમાં જમીનની કિંમતો વધી રહી છે. સિમેન્ટ, લોખંડ, વિગેરે, ચીજ વસ્તુના ભાવમાં ઘટાડો થવાના કોઇ સંકેતો દેખાતા નથી અને મજૂરી પણ મોંઘી થઇ રહી છે. આ તમામ સંજોગોમાં એવુ ચોક્કસ પણે કહી શકાય કે આગામી સમયમાં આવી જ સ્થિતિ રહેશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















