Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની જેમ જ સુરત શહેરમાં ખજોદ વિસ્તારમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટને સંપન્ન કરવા માટે સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. લાંબા ગાળાના આ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આયોજનબધ્ધ રીતે કામગીરી ચાલી રહી છે.
હાલમાં ફેઝ-2 નું કામ 90 ટકા જેટલું પૂર્ણ થયું છે અને 52 હજાર સ્ક્વેર મિટરમાં બનેલો ગાર્ડન આ વિસ્તારની શોભા વધારી રહ્યો છે. ગિફ્ટ સિટીની જેમ જ લીકર પરમીશનની વાતો વચ્ચે સુરતની સ્વપ્ન નગરી એટલે કેડ્રીમ સિટી પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
જોકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની ભાગદોડ વચ્ચે ખુડા (ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી) વિસ્તારમાં ઝોનિંગ અને ટી.પી. સ્કીમ નહીં મુકતા ચિંતાના વાદળો ઘેરાયા છે. સુડામાંથી અલગ થયા બાદ ડ્રીમ સિટી સિવાયની જગ્યામાં ઝોનિંગ બાકી હોવાને કારણે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે.
ખજોદમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત ડાયમંડ બુર્સ બનીને કાર્યરત થઇ ગયું છે. આ સિવાય ડ્રીમ સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મુદે પાલિકાનું તંત્ર કમર કસી રહ્યુ છે.
જોકે, હાલની ઘડીએ ખુડાનો વાંધા અરજીઓ બાદનો ડી પી (ડેવલપમેન્ટ પ્લાન) તૈયાર થયો ન હોવાથી આ વિસ્તારના સામાજીક, રાજકીય અગ્રણીઓ ચિંતામાં મુકાયા છે. વિગતો મુજબ ખુડા બનાવાયા બાદ વર્ષો પછી પણ હજુ તેના ફાઇનલ ડી.પી. મંજુર કરવામાં આવ્યા નથી.
ડીપી માં સંખ્યાબંધ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. વાંધાઓ બાદની ફાઇનલ ડીપી તૈયાર થવાની બાકી છે. ડ્રીમ સિટી સિવાય ખુડાની બાકીની જગ્યામાં ઝોનિંગ થયું ન હોવાને કારણે ખેડૂતો જમીન માલિકો મુંઝવણમાં જોવા મળી રહ્યા છે.
હાલના તબક્કે ડ્રીમ સિટી પ્રોજેક્ટનો તેજ ગતિએ વિકાસ કરવો હોય તો ખુડામાં ખુડામાં ઝોનંગ અને ટાઉન પ્લાનિંગ સ્કીમને અગ્રતા ક્રમ આપવાની આવશ્યકતા છે. ખુડામાં રેસિડન્સીયલ ઝોન, કોમર્શિયલ ઝોન, ફોરેસ્ટ ઝોન અને રોડ ટ્રાન્સપોર્ટેશન ઝોન સહિતનું નિર્ધારીત યોગ્ય ઝોનિંગ થાય તો જ ઝડપથી વિકાસ થશે એમ માનવામાં આવી રહ્યું છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.



















