Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
માલિક બનવા રોકાણની રકમ 2 લાખ કરતા ઓછી!
ફ્રેકશનલ ઓનરશીપ એ રોકાણકારો અને મિલકતના માલિકો માટે આ એક લોકપ્રિય મોડેલ બની રહ્યું છે. ફ્રેક્શનલ ઓનરશીપ, એ એવી યોજના છે જેમાં ઘણા લોકો મળીને મોટી પ્રોપર્ટીમાં નાના ભાગના માલિક બનતા હોય છે, ઘણા લોકો એકત્ર થઇ એક કંપની બનાવી તેની હેઠળ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે, આ રીતે એકથી વધુ લોકો આ કંપનીના શેર હોલ્ડર બની જાય છે. આ કંપનીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રજિસ્ટર કરવામા આવે છે.
આનો અર્થ એ છે કે તમારે સંપૂર્ણ પ્રોપર્ટી ખરીદવાની જરૂર નથી, પરંતુ તમે તેના એક નાના હિસ્સાના માલિક બની શકો છો અને ભવિષ્યના સારા ભાવ વધારાનો ફાયદો પણ લઇ શકો છો, જરૂર પડે ત્યારે તમારો ભાગ વેંચી કંપનીમાંથી આસાનીથી છૂટા થઇ શકો છો. દસ્તાવેજ રજિસ્ટ્રીની મગજમારી કે ન પ્રોપર્ટીને ભાડે ચઢાવવા કે મેન્ટેન કરવાની જવાબદારી!
આ યોજના હેઠળ, તમે નાની રકમથી ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.
કેટલાક વર્ષો પહેલા, અમદવાદના સહુથી પ્રખ્યાત અને મોંઘા સિંધુ ભવન રોડનો વિકાસ સરકારે શરૂ કર્યો અને લોકોએ આ રોડ પર રોકાણ કર્યું.
આ રોડ પરનો વિકાસ એટલો ઝડપી થયો કે લોકોને તેમના રોકાણ સામે 5 ગણા પૈસા 5 વર્ષમા મળ્યા એવું કહેવાય છે. 2 વર્ષ પહેલા 7400 વારનો પ્લોટ 200 કરોડથી વધુ કિંમતમાં વેંચાયો હતો.
ધારો કે આવી કોઈ સારા લોકેશન ની પ્રોપર્ટીમાં 2 કરોડ રૂપિયાનું રોકાણ છે જેમાં ચોક્કસ ભાવ વધારો થવાનો જ છે, તો શું માત્ર 2 લાખ રૂપિયા ભરીને 2 કરોડની પ્રોપર્ટીમાં નાના ભાગની માલિકી લઇ શકાય?
હાં, બિલકુલ ફ્રેક્શનલ ઓનરશિપ મોડલ વડે તે શક્ય છે.
ફ્રેક્શનલ ઓનરશીપ શું છે?
ફ્રેક્શનલ ઓનરશીપ એ એવી યોજના છે જેમાં ઘણા લોકો મળીને મોટી પ્રોપર્ટીના માલિક બને છે. આનો અર્થ એ છે કે તમે સંપૂર્ણ પ્રોપર્ટી ખરીદવાની જરૂર નથી, પરંતુ તેના એક હિસ્સાના માલિક બની શકો છો.
ફાયદા
નાનું રોકાણ : આ યોજના હેઠળ, તમે થોડી રકમમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.
લાભદાયક રોકાણ : પ્રોપર્ટીના ભાવ સમય સાથે સતત વધતાં રહે છે, જેથી તમને ભવિષ્યમાં ઊંચા લાભ મળવાની સંભાવના રહે છે.
ભવિષ્ય : ફ્રેક્શનલ ઓનરશીપનું બજાર ઝડપથી વિકસી રહ્યું છે. રોકાણકારો અને મિલકતના માલિકો માટે આ એક નવા પ્રકારનું અને લોકપ્રિય મોડેલ બની રહ્યું છે. તમે આ યોજના સાથે જોડાઇને તમારી આવકમાં વધારો કરી શકો છો અને નક્કી મૂડી એકત્ર કરવાની ઉત્તમ તક મેળવી શકો છો. 2030 સુધીમા ભારત મા આ બજાર 10 ગણું વધી જશે એવી એક રિસર્ચ કંપની નું તારણ છે. હાલમાં આ બજાર ભારતમા 0.5 બિલિયન અમેરિકન ડોલરનું છે, જે 5.0 બિલિયન ડોલર્સનું બનવાને ધારણા છે.
રિસર્ચ : એક મલ્ટીનેશનલ કંપની રોકાણ કરતા પહેલા એક ઊંડું રિસર્ચ કર્યા પછી જ રોકાણ માટેના પ્રોજેક્ટ નક્કી કરે છે એટલે તમને મોટી કંપનીના રિસર્ચનો ફાયદો મળે છે.
પ્રોપર્ટી મેનેજમેન્ટ : ફ્રેક્શનલ ઓનરશીપમાં પ્રોપર્ટીઝનું મેનેજમેન્ટ કરવા માટે એક પ્રોફેશનલ એજન્સીની નિમણૂક થાય છે, જે પ્રોપર્ટી મેન્ટેનન્સ, પ્રોપર્ટી ને ભાડે ચઢાવવી, ભાડુ કલેક્ટ કરવું, ઇલેક્ટ્રિક બિલ, ટેક્સ અને પ્રોપર્ટી માલિકો તરફ થી જરૂરી મેનેજમેન્ટનું કાર્ય કરતી હોય છે.
વિવિધીકરણ : ફ્રેક્શનલ ઓનરશીપ તમને વિવિધ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તક આપે છે જેથી કરી આપ વિવિધ પ્રકારની પ્રોપર્ટી અને અલગ જગ્યાએ તમારું રોકાણ વિતરીત કરી શકો છો, આના કારણે તમે પ્રોફિટની સારી એવરેજ મેળવી શકો છો.
લિક્વિડિટી : ફ્રેક્શનલ ઓનરશીપ તમને તમારો હિસ્સો વેચવાની અને નવું રોકાણ શોધવાની સરળ સ્વતંત્રતા આપે છે. આ મોડેલમાં તમારા પૈસા લાંબા ગાળા માટે રોકાઈ નથી રહેતા, તમે 2-5 વર્ષે એક્ઝિટ કરી રોકાણ બીજા પ્રોજકટમાં રોકી શકો છો કે પૈસા તમારા એકાઉન્ટમાં લઇ શકો છો.
ટેક્નોલૉજી આધારિત : આ મોડલ ટેક્નોલૉજી આધારિત છે. મોબાઇલ ઍપ્લિકેશન કે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તમે રોકાણ કે વેચાણ કરી શકો છો. પ્રોપર્ટી સંબંધિત બધી તાજી જાણકારી સરળતાથી ઓનલાઇન ઉપલબ્ધ રહે છે.
માહિતી અને પારદર્શિતા : ફ્રેક્શનલ ઓનરશીપ મોડલમાં દરેક માહિતી પારદર્શક રીતે ઉપલબ્ધ હોય છે. તમને વાર્ષિક ખર્ચ કે આવાકનો ઓડિટ રિપોર્ટ પણ મળે છે.
તમે આ અવસરથી વંચિત ના રહો. આજે જ અમારો સંપર્ક કરો અને વધુ માહિતી મેળવવા માટે શરુઆત કરો. તમને આ સંદર્ભમાં દરેક રીતે અમારી તરફ થી જાણકારી મળશે.
ગુજરાતમાં પણ આવી જ એક ભાડું કમાતી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડની પ્રોપર્ટી ફ્રેક્શનલ ઓનરશિપ માટે ઉપલબ્ધ છે.
વધુ જાણકારી અને ચેનલ પાર્ટનર બનવા માટે સંપર્ક કરો : +91 6352 996 610
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.













