Estimated reading time: 6 minutes
YUGEN REALTY, SURAT
આજના ઝડપી વિશ્વમાં, લક્ઝરીનો ખ્યાલ માત્ર ભૌતિક સંપત્તિથી આગળ વધ્યો છે. તે હવે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલની ઇચ્છાને પણ સમાવે છે જે એલીગન્સ, સોફિસ્ટિકેશન અને સગવડતા દર્શાવે છે. લક્ઝરી લાઇફસ્ટાઇલની વાત આવે છે તો અલ્ટા વિસ્ટા લિવિંગનું નામ કેમ ભૂલી શકાય ? – અલ્ટા વિસ્ટા કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ માટે ફર્નિચર અને ઈન્ટીરિયર ડિઝાઇન સોલ્યુશન્સ આપતી પ્રખ્યાત બ્રાન્ડ છે.

આધુનિક ફર્નિચર તેની અદ્યતન ડિઝાઇન, ફંક્શનાલિટી અને કમ્ફર્ટના મિશ્રણને કારણે લક્ઝરી લાઈફનો પર્યાય બની ગયું છે. આધુનિક ઘરોમાં, ફર્નિચર માત્ર ઉપયોગ માટે નથી; પરંતુ તે વ્યક્તિના ટેસ્ટ અને લાઈફસ્ટાઈલનું પ્રતીક પણ છે. અલ્ટા વિસ્ટા લિવિંગ હાઈ-એન્ડ લીવીંગ એક્સપેરિએન્સનો અનુભવ મેળવવા માંગતા ગ્રાહકોની માત્ર જરૂરિયાત જ નહીં, પરંતુ તેમની કલ્પનાથી પણ આગળ જઈને ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા આધુનિક ફર્નિચર પ્રસ્તુત કરે છે.
કંટેમ્પરરી કન્ઝ્યુમર્સ અને મહત્ત્વાકાંક્ષી મૂલ્યોની પૂર્તિ
શ્રેષ્ઠતાની ચાહમાં, અલ્ટા વિસ્ટા લિવિંગ ડિઝાઇન, કમ્ફર્ટ અને ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્લોબલ અગ્રણી બ્રાન્ડ્સ સાથે કોલેબોરેટ કર્યું છે. ઇટાલી, સ્પેન, યુએસએ અને ચાઇનાથી ટોપ-ટીયર બ્રાન્ડ્સને એકસાથે લાવીને, અલ્ટા વિસ્ટા લિવિંગ કંટેમ્પરરી કન્ઝ્યુમર્સની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે જેઓ તેમની ઇન્ટરનેશનલ અપીલ સાથે લોકલ રૂટ્સ પણ શોધે છે.
અલ્ટા વિસ્ટા લિવિંગ શોરૂમમાં પ્રોડક્ટ્સની વિશાલ શ્રેણી
અલ્ટા વિસ્ટા લિવિંગ ખાતે તમને એક જબરદસ્ત ઇન-સ્ટોર એક્સ્પ્રીરિઅન્સ મળે છે. આશરે 50,000 ચોરસ ફૂટથી વધારેના શોરૂમ્સમાં વર્લ્ડ-ક્લાસ બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ તમારી રાહ જોઈ રહ્યા છે. શૉરૂમ્સ પર ગ્રાહકો પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવે છે. PVC પેનલ્સ, ટેક લાઇટ્સ, હોમ ઓટોમેશન સોલ્યુશન્સ, શેડિંગ ઓપશન્સ, ટર્ન-કી પ્રોજેક્ટ્સ, એર પ્યુરિફિકેશન સિસ્ટમ્સ અને સેન્ટ્રલ વેક્યૂમ સિસ્ટમ્સ સાથે, રેસિડેન્શિયલથી લઈને ઑફિસ સુધીના ફર્નિચરની વિશાલ શ્રેણીનું તમે અવલોકન કરી શકો છો. તમને તમારા ઘરને રૂપાંતરિત કરવું હોય કે ડ્રીમ ઑફિસ બનાવવા માંગતા હોવ, અલ્ટા વિસ્ટા લિવિંગ તમારી લાઇફસ્ટાઇલની જરૂરિયાતોને અને ઉપયોગિતાને અનુરૂપ ઘણા બધા વિકલ્પો આપે છે.

ગ્લોબલ એક્સકલુઝિવ ફર્નિચર બ્રાન્ડ્સ
અલ્ટા વિસ્ટા લિવિંગ વિશ્વની શ્રેષ્ઠ અને પ્રીમિયર ફર્નિચર બ્રાન્ડ્સ જેવી કે એન્ડ સી, નાટુઝી, ઇલ લોફ્ટ, બોનાલ્ડો, અરમાની/દાદા, ફામા, આર્પર, ટ્વીલ્સ, મોબીલ ફેનસો, પેદ્રો, ઓરિટીઝ, મીડઝ, આર્પર, માર્ટેક્સ, યુનિફોર, સીત્તેરીઓ, આર્ટે એન્ડ ડી વગેરેને પ્રદર્શિત કરવામાં ગર્વ અનુભવે છે જેણે ઉદ્યોગને વારંવાર રિડીફાઈન કર્યો છે અને તે ફક્ત તેમની પાસે જ ઉપલબ્ધ છે.
કમ્ફર્ટ લિવિંગ માટે હોમ ઓટોમેશન
મોડર્ન લાઈફસ્ટાઈલને કમ્ફર્ટ અને સગવડતાના ખ્યાલને નેક્સ્ટ લેવલ પર લઇ જવા માટે અલ્ટા વિસ્ટા અત્યાધુનિક હોમ ઓટોમેશન સોલ્યુશન્સ ઓફર કરે છે જે હોમને ઇન્ટેલિજન્ટ હોમમાં પરિવર્તિત કરે છે. એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં તમારી લાઇટિંગ, શેડ્સ અને ટેમ્પરેચર તમારી હાજરી સાથે વિના પ્રયાસે એડજસ્ટ થઈ જાય, તમારા કમ્ફર્ટ અને એનર્જી એફિશિઆન્સીમાં વધારો કરે. અલ્ટા વિસ્ટાની સ્માર્ટ લિવિંગ સિસ્ટમ્સ સાથે, તમે તમારાં ઘર પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવી શકો છો, પછી ભલે તમે ઘરની અંદર હોવ કે માઇલો દૂર. તેમની ગ્લોબલ એક્સક્લુઝિવ હોમ ઓટોમેશન બ્રાન્ડ ઓફરિંગ છે લ્યુટ્રોન.
સેન્ટ્રલ વેક્યુમ ક્લિનિંગ સિસ્ટમ
અલ્ટા વિસ્ટાની સેન્ટ્રલાઈઝ્ડ વેક્યૂમ ક્લિનિંગ સિસ્ટમ્સની અસાધારણ શ્રેણી એ સહજ જીવનના આકર્ષણમાં ઉમેરો કરે છે. Drainvac જેવી પ્રખ્યાત વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે સહયોગ થકી અલ્ટા વિસ્ટા તમારાં ઘર સુધી અદ્યતન ટેકનોલોજી લાવે છે. અલ્ટા વિસ્ટાની સેન્ટ્રલ વેક્યુમ ક્લિનિંગથી ટેક્નોલોજી, સ્વચ્છતા અને કમ્ફર્ટનો સુમેળ લક્ઝરીનો અનુભવ કરાવશે.
દરેક સ્પેસ માટે વર્લ્ડ-ક્લાસ ફર્નિચર
અલ્ટા વિસ્ટા લિવિંગ વર્લ્ડ-ક્લાસ ફર્નિચરના ઉત્કૃષ્ટ કલેક્શન ગ્રાહકો સમક્ષ લાવવામાં ગર્વ અનુભવે છે જે વિવિધ ડિઝાઇન સેન્સિબિલિટીઝ અને ઉપયોગિતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યા છે. મનમોહક લિવિંગ સ્પેસ, બેડરૂમ, ટ્રેન્ડી વૉર્ડરોબ, મોડર્ન કિચન, સ્ટાઇલિશ ઑફિસ કે કો-વર્કીંગ સ્પેસ, અપસ્કેલ ક્લબ અને રેસ્ટરાઁન્ટ અથવા ઑફિસ માટે બીસ્પોક ફર્નિચરની કલ્પના કરી રહ્યાં હોવ, અલ્ટા વિસ્ટા પાસે તમારી સ્પેસને રૂપાંતરિત કરવા માટે સંપૂર્ણ ફર્નિચરની શ્રેષ્ઠ રેન્જ અને વિકલ્પો છે.

પ્રતિષ્ઠિત ગ્રાહકો
અલ્ટા વિસ્ટા લિવિંગને પ્રખ્યાત સેલિબ્રિટીઝના રેસિડેંસીસને સુંદર બનાવવાની તક મળી છે અને તેને રિલાયન્સ, અવધ અને રાજહંસ જેવા પ્રતિષ્ઠિત નામો સાથે ફ્રૂટફૂલ કામ કર્યું છે. અલ્ટા વિસ્ટા લિવિંગે સુરત ડાયમંડ બુર્સમાં લીડીંગ ડાયમંડ કંપનીઓ સાથે જોડાણ શરૂ કર્યું છે, જે ઉદ્યોગમાં લક્ઝરી અને કન્ટેમ્પરરી ફર્નિચરના વિશ્વસનીય સપ્લાયર તરીકે તેમનું સ્થાન મજબૂત કરે છે. આ પ્રતિષ્ઠિત સંગઠનો તેના મૂલ્યવાન ગ્રાહકોને અસાધારણ ગુણવત્તા અને ડિઝાઇન પહોંચાડવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
નાની શરૂઆતથી અસાધારણ ઊંચાઈની અલ્ટા વિસ્ટા લિવિંગની સફર
અલ્ટા વિસ્ટા લિવિંગના પાર્ટનર, મનોજ અગ્રવાલે યુગેન રિઅલ્ટી ન્યૂઝપેપર સાથે વાત કરતાં ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે “2011માં અમારી નમ્ર શરૂઆત એક નાનકડા શોરૂમથી થઇ હતી. આજે અલ્ટા વિસ્ટા લિવિંગ વૈભવી જીવન જીવવા માંગતા લોકો માટે લક્ઝરી ફર્નિચર મેળવવા માટે પસંદગીનું કેન્દ્ર બની ગયું છે. અગ્રણી કોર્પોરેટ્સ, ડાયમંડ અને ટેક્સ્ટાઈલ કંપનીઓ અને પ્રતિષ્ઠિત અપસ્કેલ પ્રોજેક્ટ્સની પસંદગીની પસંદગી હોવાને કારણે અલ્ટા વિસ્ટા લિવિંગ ખાતે, તેઓ સમાજ કે દરેક સ્પેસ તમારા ટેસ્ટ અને પર્સનાલીટીને રિફ્લેક્ટ કરે છે અને તમારી લાઈફસ્ટાઈલને ઉપર લઈ જાય છે. જેમ તમે અલ્ટા વિસ્ટાની દુનિયામાં પગથિયું ચઢશો તેમ તમને એલિગન્સ, ક્રાફ્ટમેનશિપ અને કમ્ફર્ટનો સંગમ અનુભવવા મળશે. ખરેખર, તમારી સ્પેસમાં અસાધારણ લિવિંગ વાતાવરણ બનાવવાની તમારી યાત્રા અહીંથી શરૂ થાય છે.”
ટાઈમલેસ એલિગન્સ
લક્ઝરી એ માત્ર ક્ષણિક ટ્રેન્ડ નથી પરંતુ ટાઈમલેસ એલિગન્સ માટેની કાયમી ઇચ્છા છે. ફર્નિચરના દરેક ભાગને બનાવવા માટે મટીરિઅલની પસંદગીથી લઈને કારીગરીની શ્રેષ્ઠતા; અલ્ટા વિસ્તાની પ્રતિબદ્ધતા તમને દરેક પાસાંઓ દેખાશે. પર્સનલ સ્ટાઇલ અને સ્પેસનું સોફિસ્ટિકેશન સાથે સુસંગત હોય તેવા ઉત્કૃષ્ટ ડિઝાઇનવાળા ફર્નિચર તમે અહીંથી મેળવી શકો છો.

બિયોન્ડ ફર્નિચર : સંપૂર્ણ ઈન્ટિરિઅર સોલ્યુશન્સ – ટર્ન-કી પ્રોજેક્ટ્સ
અલ્ટા વિસ્ટા લિવિંગ માત્ર ફર્નિચરથી આગળ વઘીને કમ્પ્લીટ ઈન્ટિરિઅર સોલ્યુશન્સ આપે છે. ટર્ન-કી પ્રોજેક્ટ્સમાં નિપુણતા સાથે, ક્લાયન્ટ્સ માટે એક સીમલેસ એક્સ્પીરિઅન્સ પણ આપે છે. જેમાં કન્સેપ્ટ્યુલાઇઝેશનથી લઈને એક્ઝિક્યુશન સુધી બધું જ અમે હેન્ડલ કરીએ છીએ; લાઇટિંગ સોલ્યુશન્સથી માંડીને ઘરની ઓટોમેશન સિસ્ટમ્સ કે જે સગવડતા અને કાર્યક્ષમતા આપે છે અને એમ્બિયન્સને સુંદર બનાવે છે. અલ્ટા વિસ્ટા લિવિંગ હોમ્સને લક્ઝરી હોમ્સમાં રૂપાંતરિત કરે છે.
વિશિષ્ટ કસ્ટમર સર્વિસ
અલ્ટા વિસ્ટા લિવિંગ સમજે છે કે એક લક્ઝરી શોપિંગ એક્સ્પીરિઅન્સ માત્ર પ્રોડક્ટ્સ પરચેઝ કરવાથી નથી મળતો, તે વિશિષ્ટ કસ્ટમર સર્વિસ થકી મળે છે . આ માટે તેમની પ્રતિબદ્ધતા તમને પરચેઝથી ઉપયોગની સમગ્ર જર્નીમાં દેખાશે, આ દરમિયાન ગ્રાહકો વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન મેળવે તેનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે. પરફેક્ટ ફર્નિચર પીસ પસંદ કરવાનું હોય કે સંપૂર્ણ ઈન્ટિરિઅર ડિઝાઈનના પ્રોજેક્ટનું સંચાલન કરવાનું હોય, અલ્ટા વિસ્ટા લિવિંગની નોલેજેબલ ટીમ ગ્રાહકોની અપેક્ષાઓ કરતાં વધુ આપવા માટે સમર્પિત છે.

આજે જ અલ્ટા વિસ્ટા લિવિંગની મુલાકાત કરો
જો તમે કન્ટેમ્પરરી અને લક્ઝરી ફર્નિચર સાથે તમારી લિવિંગ સ્પેસને રૂપાંતરિત કરવા માંગતા હોવ, તો અલ્ટા વિસ્ટાના સુરત, મુંબઈ, હૈદરાબાદ અથવા રાજકોટમાં શોરૂમની મુલાકાત લો. તેના શ્રેષ્ઠ કલેક્શન, પર્સોનલાઇઝડ એક્સપીરિઅન્સ અને ટર્ન-કી પ્રોજેક્ટ્સમાં કુશળતા સાથે, અલ્ટા વિસ્ટા લિવિંગ શહેરના શ્રેષ્ઠીઓ લક્ઝુરિયસ લિવિંગમાં લાવવા માટે અગ્રણી પસંદગી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE













