Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
સમગ્ર દેશમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રના વિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે ગત વર્ષના જીવન ધોરણની તુલનામાં મૂડીની માંગ રિઅલ એસ્ટેટમાં ખરીદીના કારણોની અસર ઓછી કરે છે. દેશના 71 ટકા સમૃધ્ધ લોકો આગામી એકથી બે વર્ષમાં રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે જેના પરથી ખ્યાલ આવે છે કે, લોકો પ્રોપર્ટી માર્કેટમાં વિશ્વાસ ધરાવે છે. ઈન્ડિયા સોથેબીઝ ઈન્ટરનેશનલ રિઅલ્ટી (ISIR) દ્વારા હાથ ધરવામાં આવેલા વાર્ષિક લક્ઝરી આઉટલુક સર્વે 2024માં અવુ સામે આવ્યું હતું કે, મૂડીની માંગે રિઅલ એસ્ટેટ ઈનવેસ્ટમેન્ટ માટે પ્રાથમિક રીતે જ જીવનશૈલીના સુધારાના માપદંડોમાં ફેરફાર કરી નાંખ્યો છે અને તે રોકાણકારોને બજારમાં પાછા લાવવાના સંકેત આપે છે.
ઈન્ડિયા સોથેબી ઈન્ટરનેશનલ રિઅલ્ટી (ISIR) દ્વારા હાથ ધરવામાં આવેલ વાર્ષિક લક્ઝરી આઉટલુક સર્વે 2024 દર્શાવે છે કે હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (HNIs) અને અલ્ટ્રા હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (UHNIs) રિઅલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા અંગે વિશ્વાસ ધરાવતા હતા. 2023-24માં અર્થતંત્રના સકારાત્મક માર્ગમાં 79% વિશ્વાસ ધરાવે છે, જે ગયા વર્ષે 59% હતો. જ્યાં સુધી હોમ લોન પરના વ્યાજ દરોનો સંબંધ છે, 56% HNIs અને UHNIs માને છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) 2024 માં વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે, જે હકારાત્મક ગીરવે અને ધિરાણનો વિશ્વાસ વધારે છે.
વૈવિધ્યસભર રિઅલ એસ્ટેટ પોર્ટફોલિયો
સર્વેમાં એવુ પણ સામે આવ્યુ છે કે, આશ્ચર્યજનક રીતે 83% સમૃદ્ધ ભારતીયો વિવિધ પ્રકારની લક્ઝુરીયસ મિલકતો ધરાવે છે, જે ઉચ્ચ વર્ગમાં વૈવિધ્યસભર રિઅલ એસ્ટેટ પોર્ટફોલિયોના ટ્રેન્ડને સેટ કરે છે. પ્રાથમિક રહેઠાણો સિવાય, 34% પોતાની કોમર્શિયલ રિઅલ એસ્ટેટ, 25% હોલિડે હોમ્સ, 21% ખેતીની જમીન અને 20% ફાર્મહાઉસ છે.
હોલિડે હોમ ખરીદનારાઓમાંથી 35% જેટલા લોકોએ કહ્યું કે તેઓ ગોવાને બીજા ઘરના સ્થળ તરીકે પસંદ કરે છે, જે ભારતના શ્રીમંતોમાં શહેરની કાયમી ડિમાન્ડમાં વધારો કરનાર સાબિત થશે. દુબઈ યુએઈ અને યુએસએ તેમની ટોચની પસંદગી સાથે વિદેશમાં રોકાણ કરવાની ઈચ્છા 12% પર સ્થિર રહી છે.
રિઅલ એસ્ટેટ પોર્ટફોલિયો કોન્સોલિડેશન
UHNI અને HNI દ્વારા કરાયેલા સર્વેના તારણ પરથી લાગે છે કે, 43% જેટલા લોકોએ તેમના પોર્ટફોલિયોને એક છત્ર હેઠળ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી, સારી ગુણવત્તાવાળી મિલકતો અને ભાડાની ઉપજ આપતી વૈભવી સંપત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લગભગ 34% UHNIs અને HNIs પ્રોપર્ટીઝ જોવા માટે રિસર્ચ કરવા માટે 3-D વર્ચ્યુઅલ રિયાલિટી અને વૉકથ્રૂ સહિત ડિજિટલ માધ્યમો તરફ વળ્યા છે.
“વધતી આર્થિક ગતિ વિધીઓ વચ્ચે 2023માં ભારતીય રિઅલ એસ્ટેટમાં રેકોર્ડ બ્રેકિંગ હાઉસિંગ વેચાણની સંખ્યા અને શેર બજારમાં તેજીના માહોલને કારણે વધારેને વધારે વિશ્વસનિયતા વધી રહી છે. એવુ માનવામાં આવે છે કે, રિઅલ એસ્ટેટ માર્કેટના ટોપ એન્ડને આગામી એકથી બે વર્ષ સુધી સૌથી વધુ ફાયદો થશે. ગોલ્ડમૅન સૅશ ગ્રુપ ઇન્કના જણાવ્યા પ્રમાણે, ત્રણ વર્ષમાં સમૃદ્ધ વર્ગ લગભગ બમણો થઈને 100 મિલિયન થવાની ધારણા છે. ભારતના અતિ શ્રીમંત લોકો વધી રહ્યા છે. મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ્સ અને યુનિકોર્નની વધતી જતી સંખ્યાએ અતિ સમૃદ્ધ લોકોની સંખ્યામાં વધારો કર્યો છે. લક્ઝરી આઉટલુક સર્વેક્ષણના તારણો એવા રોકાણકારોમાં નવેસરથી વધુ રસ હોવાનું સૂચવે છે કે લોકો હવે રિઅલ એસ્ટેટને લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે અનિવાર્ય માર્ગ તરીકે જુએ છે,” એમ ઇન્ડિયા સોથેબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટીના મેનેજિંગ ડિરેક્ટર અમિત ગોયલે જણાવ્યું હતું.
ઈન્ડિયા સોથેબી ઈન્ટરનેશનલ રિયલ્ટીના સીઈઓ અશ્વિન ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય અર્થતંત્રની ફ્લેક્સિબિલિટી અને સંભવિતતાને પ્રતિબિંબિત કરીને, આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તનના સાક્ષી છીએ. અમને એ વાતનું જરાય આશ્ચર્ય નથી કે 2023માં ટોચના સાત શહેરોમાં નવા લક્ઝરી પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. સેન્ટિમેન્ટમાં પણ એક પરિવર્તન આવ્યું છે, જે રિઅલ એસ્ટેટના સ્થાયી મૂલ્ય અને સતત નાણાકીય વૃદ્ધિની સંભાવનાની વ્યાપક સ્વીકૃતિ દર્શાવે છે. અમારું માનવું છે કે રોકાણકારો સંપત્તિના સંચય માટે સ્ટ્રેટજિક રીતે પોતાનું સ્થાન બનાવી રહ્યા છે અને રિઅલ એસ્ટેટમાં રોકાણ દ્વારા પોતાની પેઢીઓ માટે મિલકતોનું સર્જન કરી રહ્યા છે.” ટુંકમાં આગામી એકથી બે વર્ષ સુધી દેશના સમૃધ્ધ કહો કે માલેતુજાર લોકો ગોવા જેવા શહેરોમાં લક્ઝુરીયસ મિલકતોમાં રોકાણ કરવા માટે ઉત્સાહી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
















