Estimated reading time: 3 minutes
YUGEN REALTY, SURAT
મોદક ગ્રૂપે તાજેતરમાં વિશેષ થીમ બેસ્ડ કોટેજ પ્રોજેક્ટ રિજોઈસ ખાતે ચેનલ પાર્ટનર્સની મીટનું સફળતાનું આયોજન કર્યું હતું જેમાં ચેનલ પાર્ટનર્સની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. મોદક ગ્રૂપની સફળતાની સફરમાં નિમિત્ત બનેલા સમર્પિત ચેનલ ભાગીદારોને સન્માનિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે આ ઇવેન્ટ સુંદર પેલ્ટફોર્મ બની હતી.
મોદક ગ્રૂપનું પ્રતિનિધિત્વ કરતા નિલેશ એ.સી કંપનીની સિદ્ધિઓમાં તેમની અભિન્ન ભૂમિકા પર ભાર મૂકતા ચેનલ ભાગીદારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તેમાં ગ્રૂપની સતત વૃદ્ધિ અને સમૃદ્ધિમાં તેમના મહત્વને બિરદાવતા, વર્તમાન અને નવા બંને ભાગીદારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ચેનલ પાર્ટનર્સની મીટને ઘણા ઉપસ્થિત લોકો તરફથી પ્રશંસા મળી હતી જેમણે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે મોદક ગ્રૂપના ઝીણવટભર્યા અભિગમની નોંધ લેતા, રિજોઈસ પાછળના વિઝનરી આઈડિયાને બિરદાવ્યો હતો. તેઓએ વિશેષ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટસ લોકો સુધી પહોંચાડવા માટે ગ્રૂપની પ્રતિબદ્ધતાની પ્રશંશા કરી હતી. પ્રોજેક્ટને જોઈને જ ખબર પડી જાય છે કે તેને અમલમાં લાવવામાં ખૂબ ઝીણવટભર્યું રિસર્ચ અને વિચાર કરીને તેને અમલમાં મૂકવામાં આવ્યો છે.
મોદક ગ્રૂપનો નવીનતમ પ્રોજેક્ટ રિજોઈસ, સુરત-દાંડી રોડ પર એક અનોખા કોટેજ-થીમ આધારિત લાઇફસ્ટાઇલના અનુભવનું આકર્ષણ આપે છે જેમાં 2.5 BHK થી 4 BHK સહિતના 1050 થી 3100 ચોરસ ફૂટ સુધીના કૉટેજના વિકલ્પો છે. આ પ્રોજેક્ટ અડાજણથી માત્ર 10 મિનિટના અંતરે એક શાનદાર લોકેશન પર સ્થિત છે અને વર્લ્ડક્લાસ એમેનીટીઝ ક્લબ, પર્સનલ બારબેકયુ, ટેરેસ લાઉન્જ જેવી અપ્રતિમ વૈભવી સુવિધાઓ સામેલ છે.
મોદક ગ્રૂપ તેની ડિઝાઇન અને બાંધકામની ક્વોલિટી બાબતે ખૂબ જ જાગરૂક છે અને તેમાં કોઈ પણ કચાશ છોડતું નથી. તેઓ સુનિશ્ચિત કરે છે કે દરેક પ્રોજેક્ટ શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે. તેમનું મિશન ગ્રાહકને પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરીને જીવનની ગુણવત્તા વધારવાનું છે જ્યારે તેમનું વિઝન પ્રોજેક્ટ અમલીકરણમાં બેન્ચમાર્ક સેટ કરવાનું છે જે વૈશ્વિક ધોરણોને વટાવે છે.
ચેનલના પાર્ટનર્સ આ ઇવેન્ટનો ભાગ બનીને ખૂબ જ ખુશ હતા અને તેમણે સિંગિંગ, મ્યુઝિક અને ભોજનનો ભરપૂર આનંદ માણ્યો હતો, કાર્યક્રમને મન મુકીને માણ્યો હતો. બ્રોકર્સ મીટની સફળતા અને આનંદની શરૂઆત સાથે, મોદક ગ્રૂપ રિઅલ એસ્ટેટ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતાના નવા ધોરણો સ્થાપિત કરીને આધુનિક જીવનશૈલી સાથે પડઘો પાડતી વિશિષ્ટ લિવિંગ સ્પેસીસ બનાવવા માટે સમર્પિત છે.

______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.














