Yugen Coffee Table Book Banner
Home International News માલિકી સાથે પોતાની આંતરરાષ્ટ્રીય મિલકતો: ઓછું રોકાણ કરો, વધુ કમાઓ

માલિકી સાથે પોતાની આંતરરાષ્ટ્રીય મિલકતો: ઓછું રોકાણ કરો, વધુ કમાઓ

ફ્રેક્શનલ ઓનરશીપના માધ્યમથી ઇન્ટરનેશનલ બ્રાન્ડની પ્રોપર્ટીના માલિક બની ભાડાની મસમોટી આવક મેળવવાનું હવે બધા માટે સરળ

YUGEN REALTY, SURAT

માલિક બનવા રોકાણની રકમ 2 લાખ કરતા ઓછી!

ફ્રેકશનલ ઓનરશીપ એ રોકાણકારો અને મિલકતના માલિકો માટે આ એક લોકપ્રિય મોડેલ બની   રહ્યું છે. ફ્રેક્શનલ ઓનરશીપ, એ એવી યોજના છે જેમાં ઘણા લોકો મળીને મોટી પ્રોપર્ટીમાં નાના ભાગ ના માલિક બનતા હોય છે, ઘણા લોકો એકત્ર થઇ  એક કંપની બનાવી તેની હેઠળ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે, આ રીતે એક થી વધુ લોકો આ કંપનીના શેર હોલ્ડર બની જાય છે. આ કંપનીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રજિસ્ટર કરવા મા આવે છે.

આનો અર્થ એ છે કે તમારે સંપૂર્ણ પ્રોપર્ટી ખરીદવાની જરૂર નથી, પરંતુ તમે તેના એક નાના હિસ્સાના માલિક બની શકો છો અને ભવિષ્યના સારા ભાવ વધારાનો ફાયદો પણ લઇ શકો છો, જરુર પડે ત્યારે તમારો ભાગ વેચી કંપનીમાંથી આસાની થી છૂટા થઇ શકો છો.  દસ્તાવેજ રજિસ્ટ્રીની મગજમારી કે ન પ્રોપર્ટી ને ભાડે ચઢાવવા કે મેન્ટેન કરવાની જવાબદારી!

આ યોજના હેઠળ, તમે નાની રકમથી ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.

કેટલાક વર્ષો પહેલા, અમદવાદના સહુથી પ્રખ્યાત અને મોંઘા સિંધુ ભવન રોડનો વિકાસ સરકારે શરૂ કર્યો અને લોકોએ આ રોડ પર રોકાણ કર્યું.

આ રોડ પરનો વિકાસ એટલો ઝડપી થયો કે લોકોને તેમના રોકાણ સામે 5 ગણા પૈસા 5 વર્ષ મા મળ્યા એવું કહેવાય છે. 2 વર્ષ પહેલા 7400 વાર નો પ્લોટ 200 કરોડથી વધુ કિંમતમાં વેંચાયો હતો.

ધારો કે આવી કોઈ સારા લોકેશન ની પ્રોપર્ટીમાં 2 કરોડ રૂપિયા નું રોકાણ છે જેમાં ચોક્કસ ભાવ વધારો થવાનો જ છે, તો શું માત્ર 2 લાખ રૂપિયા ભરી ને 2 કરોડ ની પ્રોપર્ટીમાં નાના ભાગ ની માલિકી લઇ શકાય?

હાં, બિલકુલ ફ્રેક્શનલ ઓનરશિપ મોડલ વડે તે શક્ય છે.

ફ્રેક્શનલ ઓનરશીપ શું છે?:

ફ્રેક્શનલ ઓનરશીપ એ એવી યોજના છે જેમાં ઘણા લોકો મળીને મોટી પ્રોપર્ટીના માલિક બને છે. આનો અર્થ એ છે કે તમે સંપૂર્ણ પ્રોપર્ટી ખરીદવાની જરૂર નથી, પરંતુ તેના એક હિસ્સાના માલિક બની શકો છો.

 ફાયદા

•          નાનું રોકાણ : આ યોજના હેઠળ, તમે થોડી રકમમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.

લાભદાયક રોકાણ: પ્રોપર્ટીના ભાવ સમય સાથે સતત વધતા રહે છે, જેથી તમને ભવિષ્યમાં ઊંચા લાભ મળવાની સંભાવના રહે છે.

 ભવિષ્ય : ફ્રેક્શનલ ઓનરશીપનું બજાર ઝડપથી વિકસી રહ્યું છે. રોકાણકારો અને મિલકતના માલિકો માટે આ એક નવા પ્રકારનું અને લોકપ્રિય મોડેલ બની રહ્યું છે. તમે આ યોજના સાથે જોડાઇને તમારી આવકમાં વધારો કરી શકો છો અને નક્કી મૂડી એકત્ર કરવાની  ઉત્તમ તક મેળવી શકો છો. 2030 સુધી મા ભારત મા આ બજાર 10 ગણું વધી જશે એવી એક રિસર્ચ કંપની નું તારણ છે. હાલમાં આ બજાર ભારત મા 0.5 બિલિયન અમેરિકન ડોલરનું છે, જે 5.0 બિલિયન ડોલર્સનું બનવાને ધારણા છે.

 રિસર્ચ: એક મલ્ટીનેશનલ કંપની રોકાણ કરતા પહેલા એક ઊંડું રિસર્ચ કર્યા પછી જ રોકાણ માટે ના પ્રોજેક્ટ નક્કી કરે છે એટલે તમને મોટી  કંપનીના રિસર્ચ નો ફાયદો મળે છે.

 પ્રોપર્ટી મેનેજમેન્ટ: ફ્રેક્શનલ ઓનરશીપમાં પ્રોપર્ટીઝનું મેનેજમેન્ટ કરવા માટે એક પ્રોફેશનલ એજન્સીની નિમણૂક થાય છે,  જે પ્રોપર્ટી મેન્ટેનન્સ, પ્રોપર્ટી ને ભાડે ચઢાવવી,  ભાડુ કલેક્ટ કરવું,  ઇલેક્ટ્રિક બિલ,  ટેક્સ અને પ્રોપર્ટી માલિકો તરફ થી જરૂરી મેનેજમેન્ટનું કાર્ય કરતી હોય છે.

 વિવિધીકરણ: ફ્રેક્શનલ ઓનરશીપ તમને વિવિધ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તક આપે છે જેથી કરી આપ વિવિધ પ્રકારની પ્રોપર્ટી અને અલગ જગ્યાએ તમારું રોકાણ વિતરીત કરી શકો છો, આના કારણે તમે પ્રોફિટ ની સારી એવરેજ મેળવી શકો છો.

 લિક્વિડિટી: ફ્રેક્શનલ ઓનરશીપ તમને તમારો હિસ્સો વેચવાની અને નવું રોકાણ શોધવાની સરળ સ્વતંત્રતા આપે છે. આ મોડેલમાં તમારા પૈસા લાંબા ગાળા માટે રોકાઈ નથી રહેતા, તમે 2-5 વર્ષે એક્ઝિટ કરી રોકાણ બીજા પ્રોજકટમાં રોકી શકો છો કે પૈસા તમારા એકાઉન્ટમાં લઇ શકો છો.

 ટેક્નોલોજી આધારિત: આ મોડલ ટેક્નોલોજી આધારિત છે. મોબાઈલ એપ્લિકેશન કે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તમે રોકાણ કે વેચાણ કરી શકો છો.  પ્રોપર્ટી સંબંધીત બધી તાજી જાણકારી સરળતાથી ઓનલાઇન ઉપલબ્ધ રહે છે.

 માહિતી અને પારદર્શિતા: ફ્રેક્શનલ ઓનરશીપ મોડલમાં દરેક માહિતી પારદર્શક રીતે ઉપલબ્ધ હોય છે. તમને વાર્ષિક ખર્ચ કે આવાકનો ઓડિટ રિપોર્ટ પણ મળે છે.

 તમે આ અવસરથી વંચિત ના રહો. આજે જ અમારો સંપર્ક કરો અને વધુ માહિતી મેળવવા માટે શરુઆત કરો. તમને આ સંદર્ભમાં દરેક રીતે અમારી તરફ થી જાણકારી મળશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :