Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક ક્રેડિટની સેક્ટરલ ડિપ્લોયમેન્ટ પર જારી કરાયેલ તાજેતરના ડેટા હોમ લોન માર્કેટમાં જબરદસ્ત ઉછાળો દર્શાવે છે જેમાં છેલ્લા બે વર્ષમાં આઉટસ્ટેન્ડિંગ (બાકી) રકમ ₹10 લાખ કરોડ વધી છે. ડેટા દર્શાવે છે માર્ચ 2022માં આ રકમ ₹17.3 લાખ કરોડ અને માર્ચ 2023માં ₹20 લાખ કરોડ હતી જેમાં સતત વધારા સાથે માર્ચ 2024 સુધીમાં વધીને રેકોર્ડ ₹27 લાખ કરોડ થઇ ગઇ છે. હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં સતત વૃદ્ધિ અને મજબૂત વિશ્વાસનો સંકેત આપે છે. એક પ્રતિષ્ઠિત રિઅલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ કંપનીના જણાવ્યા અનુસાર આ વધારો છેલ્લા બે નાણાકીય વર્ષોમાં લોન્ચ કરાયેલી અને વેચાયેલી પ્રોપર્ટીને હાઉસિંગ ફાઇનાન્સનો સહયોગ મળવાથી થઈ રહ્યો છે.
આકર્ષક સરકારી પ્રોત્સાહનો દ્વારા હાઉસિંગની વધતી જતી માંગને સમર્થન મળી રહ્યું છે. CREDAI અને NAREDCO દ્વારા હોમ લોન પર વ્યાજ કપાતને ₹2 લાખથી વધારીને ₹5 લાખ કરવાની દરખાસ્તથી હોમ-બાયિંગ વધુ સરળ અને સુલભ બની છે. આ પહેલ બજારને ઉત્તેજીત કરવા અને ઘરની માલિકીની ભારતીય પરિવારોની આકાંક્ષાઓને પૂરી પહોંચી વળવાની વ્યાપક સ્ટ્રેટજીનો એક ભાગ છે.
હોમ લોનમાં થયેલા વધારાની સીધી અસર રિઅલ એસ્ટેટના વિકાસ પર પડી છે જેના કારણે હાઉસિંગની માંગમાં વધારો થયો છે જેના કારણે બાંધકામ, સિમેન્ટ અને સ્ટીલ જેવા 200 થી વધુ એન્સેલરી ઇન્ડસ્ટ્રીઝમાં વિકાસને વેગ મળ્યો છે. વર્ષ 2022 થી ઉદ્યોગમાં મજબૂત માંગ જોવા મળી છે જે એક દાયકા કરતાં વઘુ સમય RERA, GST અને નોટબંધી જેવી ઘટનાઓને કારણે વેચાણ ધીમું રહ્યું અને કિંમતો સ્થિર હતી.

દેશભરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સના જણાવ્યા પ્રમાણે હાઉસિંગના વેચાણ અને કિંમતોમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે, ખાસ કરીને મોટા ટિયર-1 શહેરોમાં જ્યાં નાણાકીય વર્ષ 2021 થી મિલકતના મૂલ્યોમાં 50-100% જેટલો વધારો થયો છે. આ ઉછાળાને સાનુકૂળ સરકારી નીતિઓના સંયોજન શ્રેય સસ્તું હાઉસિંગ સેગમેન્ટ અને કોરોના પેંડેમીક પછી ગ્રાહકો પસંદગીઓમાં બદલાવ આવવાને આપવામાં આવે છે. સમર્પિત હોમ ઑફિસો અને લક્ઝરી આઉટડોર સ્પેસીસવાળી મિલકતોની વધતી જતી માંગને કારણે હોમ-બાઈંગને રોકાણની આકર્ષક તકો તરીકે પણ જોવામાં આવે છે.
જોકે, આ ક્ષેત્ર પડકારો વિનાનું નથી, ગ્રાહકો ક્ષમતા કરતા વધુ ધિરાણની મેળવવાની સંભાવના અને હાઉસિંગ બબલનું જોખમ એ ચિંતાઓ છે કે જેનું ધ્યાનપૂર્વક સંચાલન ન કરવામાં આવે તો બજાર અસ્થિર થઈ શકે છે. વધુમાં, ઝડપી ભાવ વધારાને કારણે ઓછી આવક ધરાવતાં ઈન્ક્મ ગ્રૂપને મકાન ખરીદવામાં અડચણો આવી શકે છે.
આ પડકારો હોવા છતાં, ભારતના રિઅલ એસ્ટેટ બજાર માટેનું ભાવિ અવિશ્વસનીય રીતે મજબૂત છે. ICRA ના કાર્તિક શ્રીનિવાસન સહિતના નિષ્ણાતો અનુમાન લગાવે છે કે આ ક્ષેત્ર લાંબા ગાળાની તેજીના શરૂઆતના વર્ષોમાં છે જે 2030 સુધીમાં $1 ટ્રિલિયનના લેન્ડમાર્કને પહોંચવાની તૈયારીમાં છે. હોમ લોન વિતરણમાં સતત વધારો માત્ર ભારતના હાઉસિંગ ફાઇનાન્સની સ્થિરતાને દર્શાવે છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્ર રાષ્ટ્રની આર્થિક મજબૂતી અને સમૃદ્ધિને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

ભારતના રિઅલ એસ્ટેટ માર્કેટમાં મજબૂત વૃદ્ધિના સતત સમયગાળાની શરૂઆત તરીકે વર્તમાન ટ્રેન્ડને જોઈને ઉદ્યોગના આંતરિક લોકો ભવિષ્ય વિશે આશાવાદી રહે છે. હાઉસિંગ ફાઇનાન્સ માર્કેટ સતત વિસ્તરી રહ્યું હોવાથી, સ્ટેકહોલ્ડર્સ માટે રિસ્પોન્સિબલ લેન્ડિંગ પ્રેક્ટિસીસ (જવાબદાર ધિરાણ પદ્ધતિઓ)નો અમલ કરવો અને સમાજના વિવિધ વિભાગોમાં હાઉસિંગ ફાઇનાન્સની સુલભતા સુનિશ્ચિત કરવી મહત્ત્વપૂર્ણ છે. આગળ જતાં, હાઉસિંગ ફાઇનાન્સ અને વિકાસ માટે સંતુલિત અભિગમ જાળવી રાખવો એ સસ્ટેનેબલ અને ઈન્ક્લુઝીવ (સમાવિષ્ટ) બજારને ઉત્તેજન આપવા માટે ચાવીરૂપ બનશે, એ સુનિશ્ચિત કરશે કે આવનારા વર્ષોમાં વધુ ભારતીયો માટે મકાનમાલિકીનું સ્વપ્ન સાકાર થતું રહે.
સકારાત્મક અસરો:
- આર્થિક વૃદ્ધિ: હોમ લોન વિતરણમાં વધારો બાંધકામ, રિઅલ એસ્ટેટ સેવાઓ અને સંબંધિત ક્ષેત્રોમાં વેચાણ અને રોજગાર સર્જનને વધારી શકે છે.
- શહેરી વિકાસ: જેમ જેમ વધુ લોકો ઘરની માલિકી તરફ આગળ વધે છે, તેમ તેમ શહેરી વિસ્તરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સંભાવના વધે છે.
- રોકાણની વધેલી તકો: એક મજબૂત રિઅલ એસ્ટેટ બજાર વધુ રોકાણકારોને આકર્ષી શકે છે જે ક્ષેત્રની આર્થિક સ્થિરતા અને મજબૂતી વધારવામાં મદદ કરે છે.
પડકારો:
- ઓવર-લીવરેજ: ધિરાણમાં વધારો થવાથી, ગ્રાહકોમાં ઓવર-લીવરેજનું જોખમ રહેલું છે જે યોગ્ય રીતે સંચાલિત ન થાય તો નાણાકીય અસ્થિરતાનું વાતાવરણ ઊભું થઇ શકે છે.
- હાઉસિંગ બબલ રિસ્ક: હોમ ફાઇનાન્સિંગમાં સતત વધારો પ્રોપર્ટીના ભાવમાં વધારો કરી શકે છે, જો વૃદ્ધિ આર્થિક મૂળભૂત બાબતો સાથે મેળ ખાતી ન હોય તો હાઉસિંગ બબલને જોખમમાં મૂકે છે.
- ઓછી ઈન્ક્મવાળા લોકો માટે પડકાર : જ્યારે બજાર વધતું જાય છે, ત્યારે ઓછી આવક ધરાવતા વર્ગોને પોસાય તેવા હાઉસિંગ ફાઇનાન્સ સોલ્યુશન્સમાં ઘરની માલિકી લેવી વધુને વધુ મુશ્કેલ બની શકે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE














