Yugen Coffee Table Book Banner
Home Local News NRI પાટીદારો માટે વડોદરા સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં ફાઇવ સ્ટાર ઓલ્ડ એજ...

NRI પાટીદારો માટે વડોદરા સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં ફાઇવ સ્ટાર ઓલ્ડ એજ હોમ બનાવાશે

ક્રાંતિકારી વૃદ્ધોની સંભાળ: પાટીદાર સમુદાયના અગ્રણીઓ ગુજરાતના શહેરી લેન્ડસ્કેપમાં અદ્યતન ઘર પ્રોજેક્ટ

Building a state-of-the-art five-star old home for NRI Patidars

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

ગુજરાતમાંથી પોતાની જમીનો અને મિલકતો વેચીને વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા સિનિયર સિટીઝન જ્યારે પોતાના વતનમાં આવે છે ત્યારે તેમને રહેવાની અને જમવાની સમસ્યા થાય છે. ખાસ કરીને આવા સંજોગોમાં તેમને પોતાના સગા વહાલાના ઘરે અથવા તો હોટલમાં રહેવાનો વખત આવે છે. આ સમસ્યાના નિરાકરણ માટે વિદેશથી વતનમાં આવતા વડીલો માટે વડોદરા સહિત રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ઓલ્ડ એજ હોમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટની શરૂઆત વડોદરાથી કરવામાં આવશે. ઓલ્ડ એજ હોમમાં વિદેશથી આવતા સિનિયર સિટીઝનો માટે રહેવાની ફાઇવ સ્ટાર સુવિધાઓ આપવામાં આવશે. આગામી દિવસોમાં વડોદરાનું એનઆરઆઇ ઓલ્ડ એજ હોમ કાર્યરત થઇ ગયા બાદ રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ આ પ્રકારના ઓલ્ડ એજ હોમ શરૂ કરવામાં આવશે. તેમજ ઓલ્ડ એજ હોમમાં આશ્રય લેનારા તમામને ફાઇવ સ્ટાર સુવિધા મળી રહે તેના માટે તમામ સ્તરે વ્યવસ્થા કરવામાં આવશે.

વિદેશમાં બનેલા ઓલ્ડ એજ હોમ જોયા પછી આ વિચાર આવ્યો

અમેરિકામાં પાટીદાર સમાજના એક અગ્રણી દ્વારા આ પ્રકારે ઓલ્ડ એજ હોમનું સંચાલન કરવામાં આવે છે. વિદેશમાં આ પ્રકારના કન્સેપ્ટને સારો આવકાર મળ્યો છે અને તેની થીમ પરથી જ વડોદરા સહિત ગુજરાતમાં પાટીદાર સમાજના વડીલો માટે ઓલ્ડ એજ હોમ બનાવવાનો વિચાર આવ્યો છે અને તેને ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે.

હિતેશ પટેલ- પ્રમુખ- મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :