Estimated reading time: 3 minutes
YUGEN REALTY, SURAT
કોરોના કાળ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ અને દીર્ઘ દ્રષ્ટિને કારણે સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહેલા ભારતનાં અર્થતંત્રએ વિકાસની હરણફાળ ભરી હોવાનું વધુ એક વખત સાબિત થયું છે. દેશની અર્થ વ્યવસ્થામાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધીના ત્રિમાસિક ગાળામાં કૂલ ઘરેલુ ઉત્પાદન જીડીપીનો વૃદ્ધિદર 8.4 ટકા જેટલો નોંધાયો છે. ગત વર્ષના આ સમયગાળામાં કુલ ઘરેલુ ઉત્પાદનનો વૃદ્ધિદર 4.3 ટકા હતો જેનું સૌથી મોટું કારણ અર્થતંત્રમાં 17 ટકાની હિસ્સેદારી રાખનારા મેન્યુફ્રેક્ચરીંગ સેક્ટરમાં 11.6 ટકાની વૃદ્ધિ થઇ હતી. આ ગત વર્ષના આ સમયગળામાં -4.8 ટકા જેટલી હતી. મહત્વની વાત એ છે કે ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં 6 થી 7.2 ટકા વચ્ચે વિકાસ દર રહેવાનું અનુમાન હતું જે અંગે ત્રીસથી વધારે અર્થશાસ્ત્રીઓ દ્વારા અનુમાન કરવામાં આવ્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પણ જીડીપી ગ્રોથ રેટ 6.5 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું પરંતુ વાસ્તવિક વિકાસ દર તેના કરતા અકલ્પનિય રીતે આગળ વધ્યો છે, એનએસઓ દ્વારા આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યો છે જેના પરથી એક વાત ચોક્કસ સામે આવી રહી છે કે દેશની અર્થ તંત્રની ગાડી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં તેનો વેગ હજુ પણ વધશે જેનો સીધો લાભ દેશના 145 કરોડથી વધારે નાગરિકોને મળશે.
વેરાની આવકમાં 11.3 ટકાનો વધારો
વર્ષ 2023-24માં એપ્રિલથી જાન્યુઆરી દરમ્યાન દેશમાં કરવેરાથી પ્રાપ્ત થતી આવક 18.8 લાખ કરોડ હતી જે ગત વર્ષના આ સમળાગામાં રૂ.16.9 લાખ કરોડ હતી એટલે કે વેરા વસુલાતમાં 11.3 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને વર્ષ 2023-24નું લક્ષ્યાંક 23.24 લાખ કરોડ છે. વેરા વસુલાત તેના કરતા પણ વધારે થવાનું અનુમાન છે.
બાંધકામ ઉદ્યોગનો મહત્વનો ફાળો- અંશુમન મેગેઝિન (ચેરમેન, સીઇઓ, સીબીઆરઇ)
દેશભરમાં બાંધકામ ક્ષેત્રનો વિકાસ હકાત્મક રહ્યો છે. ખાસ કરીને મેન્યુફ્રેક્ચરીંગની સાથે સાથે બાંધકામ ક્ષેત્ર પણ 9.5 ટકાના વધારા સાથે આગળ વધ્યું છે જે જીડીપીમાં મહત્વનો ફાળો આપનાર સાબિત થયું છે. રિઅલ એસ્ટેટ માર્કેટમાં આગામી દિવસોમાં હજુ પણ વધુ તેજી આવશે જેનો સીધો અર્થ એ છે કે રેસિડેન્શિઅલ અને કોમર્શિઅલ સ્પેસની માંગમાં વધારો થશે. ઓવર ઓલન ચોક્કસ કહી શકાય કે જીડીપીના વિકાસમાં બાંધકામ ઉદ્યોગ હજુ પણ વધુ ફાળો આપવા સાથે આગામી દિવસોમાં વિકાસની નવી ઊંચાઇઓ સર કરશે.
સબસિડી અને કર વસુલાતની મુખ્ય અસર- મદન સબનવીસ (ચીફ ઇકોનોમિસ્ટ- બેન્ક ઓફ બરોડા)
કેન્દ્રના સીધા કરવેરાની વસુલાત અને સબસિડી પરના નિયંત્રણોની સીધી અસર જીડીપી પર પડી છે અને તેમાં અનુમાન કરતા પણ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ જીડીપીનો ગ્રોથ વધારે સારો રહેવાનું પણ અનુમાન કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મુખ્ય કારણ એ પણ છે કે બેઝ ઇફેક્ટ ઓછી કરવા સાથે કંપનીઓના સારાં પરિણામો પણ મેન્યુફ્રેક્ચરીંગ સેક્ટર તરફ રહ્યા છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















