Yugen Coffee Table Book Banner
Home Featured Consumer Corner રિઅલ એસ્ટેટ ઉદ્યોગે વિકાસની એક લાંબી મજલ કાપવાની શરુઆત કરી દીધી છે

રિઅલ એસ્ટેટ ઉદ્યોગે વિકાસની એક લાંબી મજલ કાપવાની શરુઆત કરી દીધી છે

ભારતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માત્ર વિકસિત જ નથી થઈ રહ્યું; પણ તેમાં અનેરા ઉત્સાહ અને વચનબદ્ધતા સાથે સોળે કળાએ ખીલી રહ્યું છે

Reflecting on the transformative journey of India's real estate

YUGEN REALTY, SURAT

પ્રિય વાચકો,

યુગેન રિઅલ્ટીના માસિક અખબારની ડિસેમ્બરની આવૃત્તિમાં આપનું સ્વાગત છે. જેમ જેમ આપણે 2024ની નજીક આવી રહ્યા છીએ, તેમ તેમ આપણે જોઈએ છીએ કે, ભારતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માત્ર વિકસિત જ નથી થઈ રહ્યું; પણ તેમાં અનેરા ઉત્સાહ અને વચનબદ્ધતા સાથે સોળે કળાએ ખીલી રહ્યું છે. વર્તમાન સમયની ઘટનાઓને જોતાં દુનિયાભરનાં નકારાત્મક બિઝનેસ વાતાવરણમાં ભારત એક આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે અને તેમાં ભારતનો રિઅલ એસ્ટેટ ઉદ્યોગ હીરાની જેમ ઝળહળી રહ્યો છે. આ તો માત્ર શરૂઆત લાગે છે. રિઅલ એસ્ટેટ ઉદ્યોગે વિકાસની એક લાંબી મજલ કાપવાની શરુઆત કરી દીધી છે.

ભારતનું રિઅલ એસ્ટેટઃ વિકાસ અને પરિવર્તનની યાત્રા

PM નરેન્દ્ર મોદીના એક દાયકાનાં શાસન હેઠળ ભારતની રિઅલ એસ્ટેટની પરિવર્તનકારી સફરને દર્શાવતાં, RERA અને GST જેવા સીમાચિહ્નરૂપ સુધારા જોવા મળ્યા છે. આનાથી સેક્ટરમાં પારદર્શિતા અને જવાબદારીમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. જો કે, નીતિઓ અસરકારક હોવા છતાં તેના અમલીકરણમાં સંઘર્ષ અને વિલંબ જેવા પડકારો હજુ પણ ઊભા છે. મોદીસરકારનાં રિઅલ એસ્ટેટ સેક્ટરને ધ્યાનમાં રાખીને એક દાયકાનો લેખાં-જોખાં આપતો એક વિસ્તૃત અહેવાલ આ અંકમાં અમે રજુ કર્યો છે. અમારા ઊંડાણપૂર્વકનાં આ વિશ્લેષણનો હેતુ ઉદ્યોગની સમસ્યાઓને ઉજાગર કરી સંતુલિત વિકાસ હાંસલ કરવાના સંભવિત માર્ગો પર પ્રકાશ પાડવાનો રહ્યો છે.

લક્ઝરી હાઉસિંગ: ભારતીય રિઅલ એસ્ટેટમાં નવો ઉભરતો ટ્રેન્ડ

ભારતનાં લક્ઝરી હાઉસિંગ માર્કેટ માટે 2023 એક પ્રગતિશીલ વર્ષ રહ્યું છે, જેમાં મુખ્ય શહેરોમાં 97% જેટલું વેચાણ વધી ગયું છે. આ ટ્રેન્ડ, CBRE અને ANAROCK રિસર્ચના વ્યાપક અહેવાલો દ્વારા પ્રકાશિત, લક્ઝુરિયસ અને ટેક્નિકલ રીતે આધુનિક ઘરો તરફ ગ્રાહકોની પસંદગીઓમાં પરિવર્તન સૂચવે છે. ગ્રાહકોની વિકસતી જીવનશૈલી અને પરિણામે રિઅલ એસ્ટેટ માટે તેમની વધતી અપેક્ષાઓને કારણે આ માંગમાં વધારો થઈ રહ્યો છે. ભારતની આર્થિક પ્રગતિ વધતાં આ માંગ હજુ સતત વધશે, એવું ભાવિ દેખી રહ્યું છે.

ભારતના આર્થિક વિકાસની રિઅલ એસ્ટેટ પર સકારાત્મક અસર

S&P ગ્લોબલ દ્વારા 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના અંદાજ સાથે, રિઅલ એસ્ટેટ ક્ષેત્ર આ વિકાસગાથામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. સર્વિસ પર આધારિત પ્રોડક્શન સેન્ટ્રિક અર્થવ્યવસ્થામાં પરિવર્તન, વધતાં જતાં ડિજિટલ માર્કેટ દ્વારા, રિઅલ એસ્ટેટ માટે, ખાસ કરીને ઈન્ડસ્ટ્રિઅલ, રેસિડેન્શિઅલ અને કોમર્શિઅલ પ્રોજેક્ટ્સ નવા માર્ગ ખોલી રહ્યું છે.

સ્થિર રેપો રેટ – સ્થિર વ્યાજ દરો ઘર ખરીદનારાઓ માટે વરદાન

સ્થિર રેપો રેટ જાળવવાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો નિર્ણય રિઅલ એસ્ટેટ સેક્ટર માટે ખાસ કરીને ઘર ખરીદનારાઓ માટે વરદાન સમાન છે. આ સ્થિરતા હોમ લોનના વ્યાજ દરોને સ્થિર રાખવાની શક્યતા દર્શાવે છે, જે હાઉસિંગ માર્કેટને વધુ પ્રોત્સાહિત કરશે. આ નિર્ણય દર્શાવે છે કે એ હાલના લોન લેનારાઓ અને સંભવિત ઘર ખરીદનારા બંને માટે સ્થિર વ્યાજના દરો ખરીદીને પ્રોત્સાહન આપશે.

રિઅલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણમાં વધારો

ભારતના રિઅલ એસ્ટેટ માર્કેટમાં રોકાણમાં નોંધપાત્ર ઉછાળો, ખાસ કરીને રિસેડેન્શિઅલ સેક્ટરમાં, આ ક્ષેત્રની ફ્લેક્સિબિલિટી અને અસરનો પુરાવો છે. સ્થાનિક રોકાણકારોનાં વિશેષ યોગદાન સાથે, રિઅલ એસ્ટેટનું ઈન્વેસ્ટમેન્ટ સેક્ટર નવો આકાર લઈ રહ્યું છે, અને તેમાં વિદેશી રોકાણ પર નિર્ભરતા ઘટી રહી છે.

ભારતના રિઅલ એસ્ટેટ ક્ષેત્રે 2023માં નોંધપાત્ર ફ્લેક્સિબિલિટી દર્શાવી છે, અને ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટમેન્ટ થકી રેકોર્ડ $4.6 બિલિયન આકર્ષ્યા છે. વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે આ મજબૂત કામગીરી સેક્ટરની મજબૂતાઈ અને અસરનો પુરાવો છે.

APAC ના રિઅલ એસ્ટેટ માર્કેટમાં ભારત:

Colliers’ 2024 ગ્લોબલ ઇન્વેસ્ટર આઉટલુક ભારતને APAC રિઅલ એસ્ટેટ માર્કેટમાં ગતિશીલ પ્લેયર તરીકે સ્થાન આપે છે. અમે રિપોર્ટ જણાવે છે કે રોકાણને આકર્ષવામાં ભારતની ભૂમિકા અને સસ્ટેનેબલ ગ્રોથ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સુરતઃ ધ ઇમર્જિંગ ગ્રોથ હબ

સુરતનું, નીતિ આયોગના નેજા હેઠળ, નોંધપાત્ર વૃદ્ધિના કેન્દ્રમાં પરિવર્તન એ વ્યૂહાત્મક વિકાસ અને શહેરી શ્રેષ્ઠતાનું વર્ણન છે. મેટ્રો રેલ ડેવલપમેન્ટ અને ડ્રીમ સિટી ડાયમંડ બુર્સ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પહેલો સુરતના આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ લેન્ડસ્કેપને ઉન્નત કરવા માટે સુયોજિત છે.

સુરતનો વિકાસ અને જંત્રીનો રિ-સર્વેઃ

સુરતમાં જંત્રી પુનઃ સર્વેક્ષણ પૂર્ણ થવું એ મિલકતના દરોને અપડેટ કરવામાં અને વર્તમાન બજારની વાસ્તવિકતાઓ સાથે સાંકળવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. અમે આ રિ-સર્વેની અસરો અને પ્રદેશમાં વાજબી અને પારદર્શક મિલકત મૂલ્યાંકનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થશે.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટઃ ધ ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ 2023

ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ 2023માં ભારતની પ્રથમ ‘નેટ ઝીરો કાર્બન’ રેટિંગ સિસ્ટમની શરૂઆત એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં એક સીમાચિહ્નરૂપ છે. આ ઈનિશિએટીવ પ્રત્યે સુરતની પ્રતિબદ્ધતા, ગ્રીન સર્ટિફિકેશન મેળવતા તેના ચાર પ્રોજેક્ટ્સમાં સ્પષ્ટ થાય છે, તે પ્રદેશની સંભવિતતા અને ગ્રીન પહેલ માટેનો અવકાશ દર્શાવે છે.

CREDAIની ન્યૂ ઈન્ડિયા સમિટ 2024:

વારાણસીમાં CREDAIની ન્યૂ ઈન્ડિયા સમિટની આગામી 5મી આવૃત્તિ એ ભારતના ટિયર 2, 3 અને 4 શહેરોમાં શહેરી વિકાસ માટે પરિવર્તન પર આધારિત છે. સુરતના વિકસતા શહેરી લેન્ડસ્કેપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આ સમિટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ટેક્નોલોજિકલ ઈન્ટિગ્રેશન્સ પર ફોકસ કરી રહી છે.

બાંધકામમાં ટેક્નોલોજી: ધ ન્યૂ ફ્રન્ટિયર

બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડલિંગ (BIM) ટેક્નોલોજી અને 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી બાંધકામમાં ઉદ્યોગમાં દેખાઈ આવે તેવું પરિવર્તન લાવી રહી છે. દિવસે ને દિવસે તેનું મહત્ત્વ અને ઉપયોગ વધી રહ્યો છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ડિઝાઇન અને બાંધકામ પર આ ટેક્નોલોજીઓ વધુ કાર્યક્ષમ અને સસ્ટેનેબલ ફ્યુચર માટે માર્ગ મોકળો કરી રહ્યાં છે.

PMC: રીઅલ એસ્ટેટ વિકાસની કરોડરજ્જુ

સુરતના રિઅલ એસ્ટેટ વિકાસના સંદર્ભમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC)ની ભૂમિકા, પહેલા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. અમે શરૂઆતથી પૂર્ણ થવા સુધીના પ્રોજેક્ટના સંચાલનમાં PMCs દ્વારા લાવવામાં આવેલી કુશળતા અને કાર્યક્ષમતા બાંધકામને વધુ પ્રોફેશનલ અને આયોજનબદ્ધ બનાવી રહી છે.

નોલેજ સીરીઝ: એનલાઈટીંગ ધ પાથ

અમારા નોલેજ સીરિઝના લેખો રિઅલ એસ્ટેટના વિવિધ પાસાંઓ દર્શાવે છે, જેવાંકે આર્કિટેક્ચરલ શૈલીઓ અને હોમ ઈન્સ્યોરન્સથી લઈને ઘર ખરીદવાની વિચારણાઓ અને મિલકતના મૂલ્યાંકનમાં જંત્રીનું મહત્ત્વ વગેરે. આ પાસાંઓ મહત્ત્વનાં નિર્ણયો લેવામાં અમારા વાચકોને મદદરૂપ થવા અને માર્ગદર્શન આપવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે.

રસપ્રદ માહિતીની સાથે આપણા ક્ષેત્રમાં જાણકારી એન્ડ જાગૃતિ વધે એવો અમારો સતત પ્રયાસ રહે છે. વિશાલ અને વિસ્તૃત એવા રીયાલ એસ્ટેટ ઉદ્યોગનો સમય હવે એવો ગયો છે અને દેશના વિકાસમાં તેનું યોગદાન અભૂતપૂર્વ રીતે વધી રહ્યું છે. રિઅલ એસ્ટેટ પાવરહાઉસ તરીકે ભારતના ઉદયનીમાં સુરત એક દીવાદાંડી બનીને ઊભરી રહ્યું છે.

વાચકો, સંસ્થાઓ અને એડવર્ટાઇઝર્સ – તમારા સતત સમર્થન બદલ આભાર. અમે આશા રાખીએ છીએ કે આ આવૃત્તિ તમારા માટે માહિતી અને જ્ઞાનનો ભંડાર અને રિઅલ એસ્ટેટની ગતિશીલ દુનિયા પર એક નવો દૃષ્ટિકોણ રજુ કરશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  વધુ સમાચાર વાંચો :