Yugen Coffee Table Book Banner
Home International News મર્સિડીઝ બેન્ઝ પ્લેસીસ | બિનઘટ્ટી  : લક્ઝરી લિવિંગનો નવો યુગ

મર્સિડીઝ બેન્ઝ પ્લેસીસ | બિનઘટ્ટી  : લક્ઝરી લિવિંગનો નવો યુગ

પ્રોપર્ટીઝ અને લક્ઝરી ઓટોમોટિવ કંપની મર્સિડીઝ-બેન્ઝની ડાઉનટાઉન દુબઈમાં કો-બ્રાન્ડેડ લક્ઝરી રેસિડેન્શિઅલ ટાવર શરૂ કરવાની જાહેરાત

Binghatti Properties and luxury automotive company

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

ઓટો મોબાઇલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કારના ઉત્પાદનમાં અવ્વલ નંબરની મર્સિડીઝ બેન્ઝ તેના પરંપરાગત ઉત્પાદનથી આગળનો વિચાર કરીને દુબઇ ડાઉન ટાઉનમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બિનઘટ્ટી  પ્રોપર્ટીઝ સાથે મળીને મર્સિડીઝ બેન્ઝ પ્લેસીસ બિનઘટ્ટીનો પ્રારંભ કર્યો છે  જે દુબઇ ડાઉન ટાઉન સ્કાયલાઇનને આકર્ષક બનાવવા માટે એક અગ્રગણ્ય લક્ઝુરીયસ રેસિડેન્શિઅલ ટાવર છે. આ હાઇ રાઇઝની વિશેષતા એ છે કે, 65 માળ સાથે તેની ઉંચાઇ 341 મીટરની છે. દુબઇના રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં સીમાચિન્હ રૂપ તરીકે પ્રસ્થાપિત થાય છે.

આ પ્રોજેક્ટની ઔપચારિક જાહેરાત જાન્યુઆરી 2024માં કરવામાં આવી હતી.  હાલ આ પ્રોજેક્ટ અન્ડર કન્સ્ટ્રક્શન છે જર્મન એન્જિનિયરીંગની ચોકસાઇ સાથે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં આ માત્ર એક રહેઠાણ નથી પરંતુ વૈભવી નવીનતા અને ટકાઉપણાનું ઉત્તમ ઉદાહરણ છે. નવા જ બેન્ચમાર્ક સેટ કરવા સાથે મર્સિડીઝ બેન્ઝની ક્વોલિટી અને તેના પાસાંઓને પ્રદર્શિત કરે છે.

બિનઘટ્ટીના સીઇઓ મુહમ્મદ બિનઘટ્ટી  એ ઉત્સાહ પૂર્વક જણાવ્યું હતું કે  આ પ્રોજેક્ટમાં રહેવા આવનારા ગ્રાહકોને એક અનોખો સ્પેસ પ્રદાન કરવા સાથે આ સ્થળ પર આરામ અનુભવવાનો અહેસાસ કરાવે છે.

એનર્જી સ્ટેટજી 2030 અને મર્સિડીઝ બેન્ઝની મહત્વાકાંક્ષી વિઝન 2039 સાથે ટકાઉપણું એ આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ છે. બિલ્ડિંગની નવી વિશેષતાઓમાં નોંધપાત્ર રીતે ઊર્જાની બચત અને ઇલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ પોઇન્ટ સાથે પર્યાવરણ ક્ષેત્રની જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મર્સિડીઝનો આ રિઅલ એસ્ટેટનો પ્રોજેક્ટ દુબઇના સુપ્રસિદ્વ બુર્ઝ ખલીફાની કક્ષનો હશે અને તેનો બાહ્ય દેખાવ પણ અદ્દભુત  બનાવવામાં આવ્યો છે. આ ટાવરમાં 150 ફ્લેટ હશે જેમાં બે બેડરૂમ અને ચાર બેડ રૂમના ફ્લેટ સાથે ટ્રીપલેક્ષ પેન્ટ હાઉસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરેકનું નામ મર્સિડીઝ બેન્ઝની કારના મોડલ પરથી રાખવામાં આવ્યુ છે. ઉપરાંત સુવિધાની વાત કરીએ તો રેસ્ટોરાં, વેલનેસ ઝોન, લાઉન્ઝ અને નવીનતમ ગતિશીલતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે એક વૈભવી જીવનશૈલી સાથે સુનિશ્ચિત કરશે જે સ્પસ્ટ રીતે મર્સિડીઝ બેન્ઝની પ્રોડક્ટ હોવાની અનુભૂતિ કરાવશે.

ઓટો મોબાઇલ ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના વારસાને આર્કિટેક્ચરલ ઇનોવેશન સાથે અદ્દભુત અનુભૂતિ કરાવશે એ વાત ચોક્કસ છે.

પ્રોજેક્ટની વિશેષતાઓ…..

રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટનું નામ: મર્સિડીઝ-બેન્ઝ

સ્થાન: દુબઈ, UAE

વિકાસકર્તા: બિનઘટ્ટી 

બ્રાન્ડ: મર્સિડીઝ-બેન્ઝ

કુલ માળ અને ઊંચાઇ  : 65 માળ સાથે 341 મીટર ઊંચી

રહેણાંક યુનિટો : 150

રહેઠાણનો પ્રકાર : બે થી ચાર બેડરૂમના એપાર્ટમેન્ટ્સ અને ટ્રિપલેક્સ પેન્ટહાઉસ, દરેકનું નામ પ્રતિષ્ઠિત મર્સિડીઝ-બેન્ઝ કારના મોડલ પરથી રાખવામાં આવ્યું છે.

સુવિધાઓ : રેસ્ટોરાં, વેલનેસ ઝોન, લાઉન્જ અને એક વૈભવી જીવનશૈલીની ખાતરી કરો જે સ્પષ્ટ રીતે મર્સિડીઝ-બેન્ઝ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :