Estimated reading time: 6 minutes
YUGEN REALTY, SURAT
આજકાલ દેશના વિવિધ રાજ્યોના શહેરો કે ગામડાઓમાં જ્યાં જોઈએ ત્યાં રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટસ બનતા જોવા મળી રહ્યા છે અને નવા પ્રોજેક્ટ્સમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે બાંધકામ ઉદ્યોગમાં હવે નફામાં ઘટાડો અને ઇન્વેન્ટરીમાં વધારો જેવા સતત પડકારો માંગ અને પુરવઠાની વિસંગતતા દર્શાવે છે. ડેવલપર્સ આર્થિક મંદી, સરકારની સતત બદલાતી નીતિઓ અથવા કુદરતી આફતોને નિયંત્રિત કરી શકતા નથી પરંતુ તેઓ બજારની માંગ અને ગ્રાહકોની અપેક્ષા સાથે તેમના પ્રોજેક્ટને એકરૂપ કરીને, USP એટલે કે યુનિક સેલિંગ પ્રોપોઝિશન્સ બનાવીને, વેલ્યુ એડીશન કરીને અસરકારક રીતે વેંચાણ અને માર્કેટીંગ સ્ટ્રેટજી અમલમાં મૂકી આ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બની શકે છે.
રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં ધ્યાનમાં લેવાના કેટલાક મહત્વના મુદાઓ આ પ્રમાણે છે
માર્કેટ રિસર્ચ:
કોઈ પણ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટની સફળતા માટે સૌથી મહત્વપુર્ણ બાબત એ છે કે સંપૂર્ણ માર્કેટ પહેલાં રિસર્ચ કરવું અત્યંત આવશ્યક છે જેમાં સ્થાનિક બજારના વિવિધ પાસાંઓને સમજવા માટે ડેટા એકત્ર કરવા અને તેનું વિશ્લેષણ કરવું, સ્થળ સ્થિતિનો તાગ મેળવવો વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. માર્કેટ રિસર્ચ કરતી વખતે ડેવલપર્સએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સ્થાનિક વસ્તી :
પ્રથમ તો લક્ષ્યાંક નક્કી કરવા સાથે માર્કેટ વિશે પસંદગીઓને ઓળખવા માટે ખરીદનારાઓની ઉમર, તેમની આર્થિક સ્થિતિ, મકાનની અથવા તો દુકાનની સાઇઝ, ખરીદનારની આવકનું સ્તર, શિક્ષણ, વ્યવસાય અને સાંસ્કૃતિક વિવિધતાનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગણાય છે.
આવકના સ્તરો:
રહેણાંક અથવા કોમર્શિઅલ પ્રોજેક્ટ માટે ટાર્ગેટ ગ્રૂપની આવકનું સ્તર જાણવું જરૂરી છે જેથી તેમને ક્યા ક્લાસનો અફોર્ડેબલ, મીડિયમ કે લક્ઝુરીયસ પ્રોજેક્ટ જોઈએ એ નક્કી કરવા માટે સંભવિત ગ્રાહકોની આર્થિક પ્રોફાઇલનું મૂલ્યાંકન કર્યા બાદ જ નવા બાંધખામ પ્રોજેક્ટનું સ્તર નક્કી કરવું જોઇએ.
તમારા વિસ્તારનું આસપાસનું ડેવલપમેન્ટ:
બજારની મૂવમેન્ટને સમજવા અને નવા ડેવલપમેન્ટમાં મિસિંગ ગેપ્સ જાણવા માટેના પ્રકારો, કિંમતો, ઓક્યુપન્સી રેટ અને એમેનીટી-ફેસિલિટી સહિત વર્તમાન રિઅલ એસ્ટેટ ઓફરોનો અભ્યાસ કરવો જોઇએ અને તે પ્રમાણે જ નિર્ણય લેવો જોઇએ.
સ્પર્ધા વિશ્લેષણ:
તમારા હરીફની શક્તિઓ, નબળાઈઓ અને વિશેષતાઓ ઓળખવા માટે નજીકના અને સમાનકક્ષાના પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરો જેથી તમે અલગ સ્ટ્રેટજી બનાવી શકો. સાથો સાથ ગ્રાહકોને નવી ઓફર શું આપી શકાય તેમ છે તેના આધારે વેંચાણ માટેની યોજના અમલમાં મૂકી શકો છો.
માર્કેટ ટ્રેન્ડ અને ડિમાન્ડની ગતિશીલતા:
ભવિષ્યના બજારની સ્થિતિની સમજવા માટે માટે ઘરોની પસંદગીઓ (દા.ત., ગ્રીન બિલ્ડિંસ, સ્માર્ટ હોમ્સ), આર્થિક સ્થિતિ, વસ્તીમાં ફેરફારો અને વપરાશકારોની માનસિકતાને આળખવાનો પણ પ્રયાસ કરવો જરૂરી છે.
ગ્રાહક પસંદગીઓ અને માનસિકતા:
ખરીદનારની પસંદગીઓ, જીવનશૈલીની પસંદગીઓ, ઇચ્છિત એમેનીટીઝ અને પ્રોજેક્ટ ઓફરને અસરકારક રીતે તૈયાર કરવા માટે શા માટે ગ્રાહક ખરીદી કરે છે વિશે વિગતો એકત્ર કરી સર્વેક્ષણો અથવા લોકોને રૂબરૂ મળીને વિગતો એકત્ર કરવી જરૂરી છે. જે લોકોને મળી રહ્યા છો તેમની માનસિકતા શું છે તે જાણવા પણ પ્રયાસ કરવો આવશ્યક છે.
નિયમનકારી જાણકારી : શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડતા કાયદાઓ સાથે સ્થાનિક ઝોનની પ્રથાઓ, બિલ્ડિંગ કોડ્સ, પર્યાવરણને લગતા નિયમો અને સરકારી નીતિઓ વિશે જાણકારી મેળવવી અને તેના આધારે જ જે પ્રોજેક્ટની શક્યતા, ખર્ચ અને પ્રોજેક્ટ સંપન્ન કરવાની સમય રેખા નિશ્ચિત કરવી જોઇએ. આ તમામ બાબતો સુનિશ્ચિત કરવા અને જોખમો ઘટાડવા માટે જે કોઇ મહત્વની બાબતો છે તેનો અભ્યાસ પણ પહેલેથી જ કરવો જોઇએ.
આ તમામ બાબતોને માર્કેટ રિસર્ચમાં સંકલિત કરવાથી ડેવલપર્સ સ્થાનિક બજારના વાતાવરણને સારી રીતે સમજી શકે છે. આ માહિતી અને સમજણ સાથેની તમામ જાણકારી નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે, જોખમો ઘટાડે છે અને ગ્રાહકની જરૂરિયાતોને પહોંચી વળવા રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટને ઑપ્ટિમાઇઝ કરે છે. JLL, CBRE, Anarock જેવી રાષ્ટ્રીય અથવા સ્થાનિક કંપનીઓ જેવા કન્સલ્ટન્ટ્સ સ્ટ્રેટજિક નિર્ણય લેવા અને પ્રોજેક્ટની સફળતા માટે વધારાનું માર્ગદર્શન આપે છે. આવશ્યકતા જણાય તો તેમની પાસેથી પણ વધારાનું માર્ગદર્શન લઇ શકાય છે.
રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં થતી સામાન્ય ભૂલો: કિંમત અને સ્ક્વેર ફીટથી આગળ વિચાર કરવો
રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ ડેવલપ કરતી વખતે, ડેવલપર્સ સામાન્ય રીતે કિંમત, પેમેન્ટ કંડિશન્સ, બજેટ અને સ્કેવર ફૂટ જેવા પરિબળો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે, વેલ્યુ એડિશન, બિલ્ડિંગની સુંદરતા, ઉપયોગિતા અને બ્રાન્ડ એસોસિએશન જેવા પાસાઓ પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. આ બાબતો પ્રોજેક્ટના મહત્વને વધારે છે, આકર્ષક બનાવે છે, તેને બજારમાં અલગ પાડે છે અને ગ્રાહકની પસંદગીઓ અને નિર્ણયોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે.
ફિઝિબિલીટી સ્ટડી:
રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટની નાણાકીય સદ્ધરતા અને સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરવા માટે વ્યાપક ફીઝીબિલીટી અભ્યાસ કરવો જરૂરી છે. ડેવલપર્સએ ધિરાણ ખર્ચ, બ્રોકરેજ ફી, કાનૂની ખર્ચ અને રોકાણ પરના અંદાજિત વળતરની ગણતરી કરવી જોઈએ. સંપૂર્ણ સતર્કતા અને સતત નજર રાખવાથી ડેવલપર્સ પ્રોજેક્ટ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન અણધાર્યા પડકારો અને અવરોધોને ઘટાડી શકે છે અને સસ્ટેનેબલ નફાકારકતાની ખાતરી કરી શકે છે.
મારેકટ રિસર્ચ તમારા પ્રોજેક્ટને અલગ બનાવી શકે છે:
પ્રોજેક્ટની સફળતા માટે બજારની માંગ અને અપેક્ષા સાથે પ્રોજેક્ટની આવશ્યકતાની ખાતરી કરવી મહત્ત્વપૂર્ણ બાબત બની રહે છે. ડેવલપર્સએ યુએસપીને ઓળખીને તેમની ઓફર સ્પર્ધકોથી અલગ બનાવવી જોઈએ. ગ્રાહકોની પસંદગીઓ અને જીવનશૈલીની પસંદગીઓને સમજવાથી ડેવલપર્સ ઇચ્છનીય અને માર્કેટેબલ પ્રોપર્ટીઝ ડેવલપ કરી શકે છે. નવી ડિઝાઇન મૂકવી, સસ્ટેનેબલ એમિનિટીઝ, અને પ્રીમિયમ ફેસિલિટીઝ પ્રોજેક્ટના આકર્ષણમાં વધારો કરી શકે છે, પ્રોડક્ટ ડિફરન્સિએટર સાબિત થઈ શકે છે જે ટાર્ગેટ ગ્રૂપમાં અપીલ વધારીને અને વેચાણ વધારવા માટે મદદરૂપ થઈ શકે છે.
ક્વોલિટી અને ફિનિશિંગ:
શ્રેષ્ઠ બાંધકામની ગુણવત્તા જાળવવી અને સુંદર ફિનિશિંગ કરવું અત્યારના સમયમાં ખૂબ જ આવશ્યક છે. સસ્ટેનેબલ સામગ્રી, આકર્ષક અને ક્વોલિટીવાળી મિલકતો માત્ર ખરીદદારોને આકર્ષિત કરતી નથી પણ લાંબા ગાળાની કિંમત પણ જાળવી રાખે છે. ડેવલપર્સએ ગુણવત્તા નિયંત્રણને પ્રાધાન્ય આપવું જોઈએ અને ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરવા અને ગ્રાહકની અપેક્ષાઓ કરતાં વધુ પ્રતિષ્ઠિત કોન્ટ્રાક્ટરો અને આર્કિટેક્ટ્સ સાથે કામ કરવું જોઈએ. આ બાબત પણ મહત્વની સાબિત થાય છે.
ટાર્ગેટ ઓડિયન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું:
બજારની સફળતા માટે ટાર્ગેટ ઓડિયન્સની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સાથે તેનો અભ્યાસ કરવા પ્રોજેક્ટ્સને કસ્ટમાઇઝ કરવો મહત્ત્વપૂર્ણ છે. ફર્સ્ટ ટાઈમ બાયર્સ, લક્ઝરી માર્કેટ અથવા રોકાણકારોને લક્ષ્યમાં રાખીને, ડેવલપર્સએ તેમની પસંદગીઓ, અફોર્ડબિલીટી અને જીવનશૈલીની માંગને સમજવી જોઈએ. કાર્યક્ષમ સેગમેન્ટેશન અને વ્યક્તિગત માર્કેટિંગ વ્યૂહરચનાઓ વેચાણને શ્રેષ્ઠ બનાવી શકે છે અને બજારના જોખમોને ઘટાડી શકે છે.
વ્યાપક પ્રોજેક્ટ પ્લાનિંગ:
સ્પષ્ટ લક્ષ્યો, ઉદ્દેશ્યો અને સફળતા માટે જરૂરી ઘટકોનો સમન્વય કરવો એ સર્વોપરી બાબત ગણી શકાય છે. અસરકારક પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને મૂલ્યાંકનને સરળ બનાવવા માટે પ્રોજેક્ટ સ્માર્ટ SMART – Specific, Measurable, Achievable, Realistic, Time-bound (વિશિષ્ટ, માપી શકાય તેવું, પ્રાપ્ત કરી શકાય તેવું, વાસ્તવિક, સમય-બદ્ધ ) હોવો જોઈએ. પ્રોજેક્ટની વિગતવાર સમય મર્યાદા, બજેટ ફાળવણી અને જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓના અમલીકરણથી તેને લગતી વ્યવસ્થિતતા સુનિશ્ચિત થાય છે અને વિલંબ અથવા ખર્ચ વધતા અટકે છે.
ડિલિવરી અને ગ્રાહક સેવા:
ડેવલોપર્સ દ્વારા સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા સાથે ગ્રાહકોને તેમની મિલકત સોંપવાની બાબત મહત્વની છે. ખાસ ગ્રાહક સેવા પર ભાર મૂકવોએ ખરીદદારનો સંતોષ અને પ્રોજેક્ટની વિશ્વસનીયતા જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઝીણવટભર્યુ આયોજન, સક્રિય સંચાલન અને બજાર-કેન્દ્રિત વ્યૂહરચનાઓ જરૂરી છે. સંપૂર્ણ માર્કેટ રિસર્ચ, ફિઝિબિલિટી રિપોર્ટ, પ્રોડક્ટ અલાઇન્મેન્ટ, ગુણવત્તા જાળવણી અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમો દ્વારા, ડેવલપર્સ કેટલાક જોખમોને ઘટાડે છે. બજારની ગતિશીલતા અને શ્રેષ્ઠ પ્રથાઓને અનુકૂલન એ આજના સ્પર્ધાત્મક રિઅલ એસ્ટેટ માર્કેટમાં સસ્ટેનેબલ ગ્રોથ અને સફળતાની ખાતરી આપે છે, આ પ્રમાણે અસરકારક રીતે પ્રોજેક્ટ પૂરો કરી નફાકારકતા વધારી શકાય છે. સાથો સાથ સફળ અને લેન્ડમાર્ક બનાવવા માટે આવશ્યક અભિગમ અને વ્યૂહરચનાઓ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મહત્વપુર્ણ બની રહે છે. ગ્રાહકલક્ષી રહેવા સાથે ડેવલોપર્સ દ્વારા નાની નાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે અને તેની ઇમેજ તેમજ પ્રોજેક્ટનું બુકીંગ શરૂ કરતી વખતે ગ્રાહકોને કરેલા વાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ આપવામાં આવી છે એવો વિશ્વાસ જીતવાનું કામ પણ હાલના સમય સંજોગો પ્રમાણે રિઅલ એસ્ટેટ ડેવલોપર્સને કરવાના રહે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE





















