Estimated reading time: 3 minutes
YUGEN REALTY, SURAT
Q3 2023માં ભારતમાં છેલ્લા 12 મહિનામાં રિયલ એસ્ટેટના ભાવમાં 5.9% નો વધારો જોવા મળ્યો છે અને તુર્કી નાઈટ ફ્રેન્કના ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઈન્ડેક્સમાં તેની પ્રગતિ યથાવત્ રહી છે
2023 ના Q3માં ગ્લોબલ હાઉસિંગ પ્રાઈઝ ઈન્ડેક્સમાં ભારત 18મા સ્થાન ઉપરથી 14મા સ્થાને પહોંચ્યું છે. નાઈટ ફ્રેન્કના ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર, 2023ના ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં મકાનની કિંમત વાર્ષિક ધોરણે 5.9% વધી છે.
વૈશ્વિક સ્તરે, નાઈટ ફ્રેન્કના ગ્લોબલ હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ દ્વારા આવરી લેવામાં આવેલા 56 બજારોમાં સરેરાશ કિંમતો સપ્ટેમ્બર 2023 માં 3.5% YoY ના દરે વધી હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 2.2% થી વધીને, મોટા દેવા સામે મકાનની કિંમતો મજબૂત રહી હતી.
ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ 56 દેશોમાં સ્થાનિક કરન્સીમાં નજીવા અને વાસ્તવિક ભાવવધારા પર નજર રાખે છે.
ભારતના રેસિડેન્શિયલ માર્કેટમાં વધારો, હોમ લોનના ઊંચા દરોના પડકારો તેમજ ફુગાવાના જોખમો હોવા છતાં, મોટાભાગે સ્થિર આર્થિક વૃદ્ધિનું પરિણામ છે જેણે ગ્રાહકોને વધુ નાણાકીય સુરક્ષા પૂરી પાડી છે. તદુપરાંત, રોગચાળાની શરૂઆતમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘર ખરીદનારાઓને રાહત દરે ધિરાણ દ્વારા મકાનના વેચાણને વેગ આપવા માટે પગલાં લીધા હતા, જેના કારણે બજારને વેગ મળ્યો હતો, એવું અહેવાલમાં નોંધ્યું છે.
શિશિર બૈજલે જણાવ્યું હતું કે, “ફુગાવાના ઊંચા દરને કારણે વધતા વ્યાજ ખર્ચના માહોલમાં, મજબૂત સ્થાનિક આર્થિક ફંડામેન્ટલ્સ અને રેસિડેન્શિઅલ રિઅલ એસ્ટેટની વધતી જતી મહત્ત્વાકાંક્ષી વિશેષતાઓ, દેશની અગ્રણી રેસિડેન્શિઅલ માર્કેટમાં ઘર ખરીદનારાઓ દ્વારા માંગમાં વધારો કરી રહી છે,” નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે વધેલા ફુગાવાના સ્તરનો સામનો કરવા માટે કેન્દ્રીય બેંકોનું પ્રાથમિક હથિયાર એવા વ્યાજ દરો વધવા છતાં વાર્ષિક વૈશ્વિક સ્તરે મકાનોની કિંમતો સતત વધી રહી છે. સરેરાશ વાર્ષિક ભાવ વૃદ્ધિ 3.5% છે, જે 3.7%ની મહામારી પહેલાની દસ વર્ષની સરેરાશની નજીક છે. મોનિટર કરાયેલા 56 બજારોમાંથી, 35 બજારોમાં વાર્ષિક ભાવવધારો જોવા મળ્યો હતો, જ્યારે 21માં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
તુર્કી Q1 2020થી રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે અને ફરી એકવાર વાર્ષિક (89.2%) અને ત્રિમાસિક (18.1%) વધારા સાથે અમારી રેન્કિંગમાં સૌથી મજબૂત વિકાસ ધરાવે છે. ગ્રીસ (14.0%), ક્રોએશિયા (13.7) અને ઉત્તર મેસેડોનિયા (11.0%) સાથે યુરોપનો દક્ષિણ-પૂર્વીય ખૂણો અમારી રેન્કિંગના ટોચના પાંચ સ્થાનો પર પ્રભુત્વ ધરાવે છે.
એશિયા-પેસિફિક ક્ષેત્રમાં જાપાન 6.3% વાર્ષિક વૃદ્ધિ સાથે અદભૂત પ્રદર્શન કરનાર છે, ત્યારબાદ ભારત 5.9% વાર્ષિક વૃદ્ધિ સાથે આગળ છે.
“મોર્ટગેજ લેનારાઓ માટે વધતા ખર્ચના માહોલમાં વૈશ્વિક સ્તરે મકાનોની કિંમતોમાં ઘટાડો ન થવો એ આશ્ચર્યજનક છે, જોકે મોટી બચત, ફુગાવાથી વધારે પગારધોરણ અને વેચાણ માટેનો ઓછા સ્ટોકને કારણે બજાર મજબૂત જોવા મળી રહ્યું છે,” નાઈટ ફ્રેન્ક રિસર્ચના ગ્લોબલ હેડ લિયામ બેઇલીએ આમ જણાવ્યું હતું.
2024માં હાઉસિંગ બજારો માટેનો મોટો મુદ્દો ઓછી લિક્વિડિટી રહેશે. વેચાણનું પ્રમાણ તેમના તાજેતરના વધારાની તુલનામાં એક ક્વાર્ટર સુધી ઘટશે અને નીચા વ્યાજ દરોમાં ફેરફાર વેચાણમાં વધારો કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
















