Estimated reading time: 6 minutes
YUGEN REALTY, SURAT
વિશાળ ગગનચુંબી ઇમારતો, લક્ઝરી લાઇફસ્ટાઇલ અને સમૃદ્ધ અર્થતંત્ર સાથે, દુબઈ ભારતીયો માટે એક આદર્શ આંતરરાષ્ટ્રીય રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. તેનું સ્ટ્રેટ્રેજિક લોકેશન, સ્ટ્રોંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ-ફ્રેંડલી વાતાવરણ ભારતીય રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને શહેરની વૃદ્ધિની સંભાવનાનો લાભ લેવા માટે અસંખ્ય તકો રજૂ કરે છે.
દુબઈ તેની અર્થવ્યવસ્થાને બમણી કરવા અને ટોચનું વૈશ્વિક ફાઇનૅન્શિયલ સેન્ટર બનવાનું લક્ષ્ય રાખીને પેંડેમીકમાંથી ઝડપથી રિકવર થયું છે. મિલકતના ભાવમાં વધારો અને વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે રિઅલ એસ્ટેટ માર્કેટે રિકવરીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ભારતીય રોકાણકારો આ ઉછાળાની આગેવાની કરી રહ્યાા છે.
દુબઈના રિઅલ એસ્ટેટ માર્કેટમાં ભારતીય રોકાણકારોની વધતી સંખ્યા એ વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીયો 2004થી દુબઈમાં મિલકતો ખરીદનાર ટોચના ત્રણ રાષ્ટ્રોમાં સતત સ્થાન ધરાવે છે. 2015 અને 2021ની વચ્ચે, એકલા ભારતીય રોકાણકારોએ શહેરમાં AED 83.62 બિલિયન (રૂ 1,80,000 કરોડ)ની રિઅલ એસ્ટેટ પ્રોપર્ટી બાય કરી હતી. તેમાં રેસિડેન્શિઅલ, પ્રોપર્ટી સિવાય, દુબઈ ઓફિસની સ્પેસીઝ, રિટેલ પ્રોપર્ટીઝ અને હોસ્પિટાલિટી પ્રોપર્ટીઝ જેવા નોંધપાત્ર કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામેલ છે. ફ્રી ઝોન અને બિઝનેસ-ફ્રેન્ડલી પોલિસીને કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ દુબઇમાં આકર્ષિત થઇ રહી છે, જેના પરિણામે રેન્ટલ ડિમાન્ડમાં વધારો થયો છે.
દુબઈની આર્થિક રીકવરી
પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, ટુરિઝમમાં વધારો અને વિદેશી મૂડીના રોકાણને કારણે દુબઈએ કોવિડ-19 પેંડેમીકમાંથી સૌથી ઝડપથી રિકવરી પ્રાપ્ત કરી હતી. D33 તરીકે ઓળખાતી તેની 10-વર્ષીય આર્થિક યોજના સાથે, દુબઈનું લક્ષ્ય તેની અર્થવ્યવસ્થાનું કદ બમણું કરવાનું અને એક દાયકાની અંદર ટોચના ચાર વૈશ્વિક નાણાકીય કેન્દ્રોમાંના એક તરીકે સ્થાપિત કરવાનું છે. ગોલ્ડન વિઝા જેવી સરકારી પહેલોએ વિદેશી મૂડીરોકાણ અને ટેલેન્ટેડ વ્યક્તિઓને આકર્ષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે નવા બિઝનેસ લાઈસન્સમાં 50%નો વધારો થયો છે. રિઅલ એસ્ટેટ માર્કેટ દુબઈની આર્થિક રિકવરીમાં મુખ્ય પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે, આ વર્ષના Q1માં સરેરાશ મિલકતના ભાવમાં 12.8%નો વધારો થયો છે, અને વિલાના ભાવમાં આશ્ચર્યજનક રીતે 15%નો વધારો જોવા મળ્યો છે. 2022માં, દુબઈએ વિશ્વના ચોથા સૌથી વ્યસ્ત અલ્ટ્રા-પ્રાઈમ પ્રોપર્ટી માર્કેટ તરીકે સ્થાન મેળવ્યું, જેમાં 219 ઘરોના વેચાણનું મૂલ્ય $10 મિલિયનથી વધુ હતું.
દુબઈનું રિઅલ એસ્ટેટ માર્કેટ
ભારતીય ઇન્વેસ્ટર્સે 2004થી દુબઈમાં મિલકતો ખરીદનાર ટોચના ત્રણ રાષ્ટ્રોમાં સતત સ્થાન મેળવ્યું છે, 2015 અને 2021 વચ્ચે રૂ. 1,80,000 કરોડ (AED 83.62 બિલિયન)ની રિયલ એસ્ટેટ ખરીદી છે.
આ વર્ષના અંત સુધીમાં દુબઈનું રિઅલ એસ્ટેટ માર્કેટ AED 300 (USD 81) બિલિયનને વટાવી જવાનો અંદાજ છે. અગ્રણી રિઅલ એસ્ટેટ એજન્સી યુનિક પ્રોપર્ટીઝે 2023ના બીજા ભાગમાં આ ક્ષેત્રમાં મજબૂત ઉછાળાની આગાહી કરી છે. ડેટા 2022 ની તુલનામાં 2023 માં રેસિડેન્શિયલ અને કોમર્શિઅલ પ્રોપર્ટી બજારોમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે.
વર્ષના પ્રથમ ભાગમાં આશરે 93 અબજ AED વેચાણ જોવા મળ્યું હતું. વર્ષનો અડધો ભાગ, 2022 થી નોંધપાત્ર 46.7%નો વધારો દર્શાવે છે. આ દરમિયાન કોમર્શિઅલ સેક્ટરમાં વેચાણમાં 30% નો ઉછાળો નોંધાયો હતો જે AED 2.86 બિલિયન સુધી પહોંચ્યો હતો. આ નોંધપાત્ર વૃદ્ધિ મુખ્યત્વે સરકારી પહેલોને આભારી હોઈ શકે છે જેણે વિદેશી રોકાણો આકર્ષ્યા છે અને કોવિડ-19 પેંડેમીકથી મજબૂત રિકવરી થઈ હતી.
દુબઈની રિઅલ એસ્ટેટ માટે ઇન્ડિયન ડિમાન્ડ
દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (DLD) ના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં ભારતીયોનો દબદબો રહ્યો છે. 2022 માં, ભારતીયો દુબઈમાં 35 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરીને ટોચના ઘર ખરીદનારા તરીકે ઉભરી આવ્યા હતા. છેલ્લાં બે વર્ષમાં, ભારતીયોએ શહેરમાં રહેણાંક મિલકતો પરનો ખર્ચ લગભગ બમણો કર્યો છે, જેમાં ભારતીયોએ ખરીદેલા મકાનોની સરેરાશ કિંમત રૂ. 3.6 થી લઈને 3.8 કરોડ રહી હતી. આ ટ્રેન્ડ મોટાભાગે ઉદ્યોગપતિઓ અને એક્ટિવ ઇન્વેસ્ટર્સ દ્વારા આગળ વધારવામાં આવ્યો છે.
લોકેશન એડવાન્ટેજ
એશિયા, યુરોપ અને આફ્રિકાના ક્રોસરોડ્સ પર દુબઈનું સ્ટ્રેટ્રેજિક લોકેશન ભારતીય રોકાણકારો માટે તેમના બિઝનેસને વિસ્તારવા અને નવા બજારો સુધી પહોંચવા માટે નોંધપાત્ર લાભ પૂરો પાડે છે. આધુનિક એરપોર્ટ અને સી-પોર્ટસ સહિત દુબઇ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સીમલેસ કનેક્ટિવિટીની સુવિધા આપે છે, જે તેને ભારતીય ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો માટે આકર્ષક સ્થળ બનાવે છે.
દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ રેસિડેન્શિયલ અને કોમર્શીયલ સેક્ટર્સમાં મજબૂત વૃદ્ધિ સાથે, આ વર્ષે AED 300 બિલિયનને વટાવી જવાનો અંદાજ છે. રેસિડેન્સીઝના વેચાણમાં 46.7%નો વધારો થયો છે અને કોમર્શીયલ સેક્ટરમાં 30%નો ઉછાળો જોવા મળ્યો છે.
સ્ટેબલ અને સિક્યોર એન્વાયરોનમેન્ટ
દુબઈના સ્થિર રાજકીય વાતાવરણ અને બિઝનેસ-ફ્રેંડલી નીતિઓએ ભારતના રોકાણકારો સહિત આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું છે. રોકાણોની સુરક્ષા અને પારદર્શક કાનૂની માળખું પ્રદાન કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતા ભારતીય રોકાણકારોમાં તેમની મૂડીનું રક્ષણ કરવા માટે વિશ્વાસ જગાવે છે. એક સેફ અને સિક્યોર શહેર તરીકે દુબઈની પ્રતિષ્ઠા રિઅલ એસ્ટેટ રોકાણ સ્થળ તરીકે પણ તેની અપીલને વધારે છે.
ટેક્સ બેનિફિટ્સ
ભારતીય રોકાણકારો માટેનું એક મુખ્ય આકર્ષણ દુબઈની અનુકૂળ ટેક્સ સિસ્ટમ છે. શહેર કોઈ ઈન્ક્મ કે કેપિટલ ગેઇન ટેક્સ લાદતું નથી, જેનાથી રોકાણકારો રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પર તેમના રિટર્નને મહત્તમ કરી શકે છે. આ ટેક્સ બેનિફિટ ભારતમાં રોકાણકારો દ્વારા સામનો કરવામાં આવતા ટેક્સ બર્ડન તદ્દન વિપરીત છે, જે ટેક્સ લાયોબિલિટીઝ ઘટાડવા માંગતા લોકો માટે દુબઈને આકર્ષક વિકલ્પ બનાવે છે.
હાઈ રેન્ટલ ઈન્ક્મ
દુબઈનું રિઅલ એસ્ટેટ માર્કેટ આકર્ષક હાઈ રેન્ટલ ઇન્કમ આપે છે, જે રોકાણકારો માટે આવકનો સતત પ્રવાહ પૂરો પાડે છે. સરેરાશ 5% થી 7% અને ઘણા કિસ્સામાં 12% થી 14% સુધીની રેન્ટલ યીલ્ડ સાથે, દુબઈ મુંબઈ અને દિલ્હી જેવા મુખ્ય ભારતીય શહેરો સહિત અન્ય ઘણા વૈશ્વિક શહેરોને પાછળ મૂકી દે છે. સ્ટેબલ રેન્ટલ માર્કેટ, સિટીની ક્વોલિટી પ્રોપર્ટી ડિમાન્ડ સાથે, ભારતીય રોકાણકારો માટે આવકના વિશ્વસનીય સ્ત્રોતની ખાતરી આપે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાઇફસ્ટાઇલ
દુબઈ તેના વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે જાણીતું છે. શહેરમાં આઇકૉનિક લેન્ડમાર્કસ, ભવ્ય રેસિડેન્શિઅલ ડેવલપમેન્ટ, અત્યાધુનિક કોમર્શિઅલ સ્પેસીઝ અને વાઇબ્રન્ટ શોપિંગ અને એન્ટરટેઇનમેન્ટ સેન્ટર્સ છે. આધુનિક ટ્રાન્સપોર્ટેશન નેટવર્કસ, સ્કૂલ્સ, હોસ્પિટલો અને એન્ટરટેઇનમેન્ટ ફેસિલિટીઝ સહિત વેલ-ઓર્ગેનાઇઝડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રહેવાસીઓ માટે જીવનની એકંદર ગુણવત્તાને વધારે છે અને વૈવિધ્યસભર વિદેશી વસ્તીને આકર્ષે છે. ભારતીય રોકાણકારો દુબઈમાં પહેલેથી જ રહેતા નોંધપાત્ર ભારતીય કમ્યુનિટીમાં કમ્ફર્ટ અને પરિચિતતા મેળવે છે, કમ્યુનિટીની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને ટ્રાન્ઝીશનને સરળ બનાવે છે.
મજબૂત આર્થિક વૃદ્ધિ
દુબઈની મજબૂત અને ગતિશીલ અર્થવ્યવસ્થા ભારતીય રોકાણકારો માટે અસંખ્ય તકો રજૂ કરે છે. શહેરની ડાઇવર્સીફાઇડ સ્ટ્રેટ્રેજી અને ટેક્નોલૉજીએ, ફાઇનાન્સ, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેની આર્થિક મજબૂતાઈ અને સતત વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. આ વૃદ્ધિ, મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સરકારની પ્રતિબદ્ધતા સાથે, રિઅલ એસ્ટેટ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે, લાંબા ગાળાના અપ્રિશિયેશનને સુનિશ્ચિત કરે છે.
ગવર્નમેન્ટ ઇનિશિયેટીવ
દુબઈ સરકારે વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે વિવિધ પહેલો અમલમાં મૂક્યા છે. ગોલ્ડન વિઝા જેવા પગલાં, જે રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોને લાંબા ગાળાના રહેઠાણ પૂરા પાડે છે, ભારતીય રોકાણકારોને દુબઈના રિઅલ એસ્ટેટ માર્કેટમાં આકર્ષવામાં મહત્ત્વપૂર્ણ રહ્યા છે. વધુમાં, બિઝનેસ સેટઅપ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને રોકાણકારોનું રક્ષણ વધારવાની પહેલો ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી વાતાવરણ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
સોનેરી ભવિષ્ય
દુબઈના રિઅલ એસ્ટેટ માર્કેટની માંગ સતત વધવાની અપેક્ષા છે, ભારતીય રોકાણકારો તેના વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. સ્ટાર્ટઅપ્સ માટે વધતું સમર્થન અને સમૃદ્ધ ટેક સેક્ટર આ પોઝિટિવ આઉટલુકને ડ્રાઇવ કરી રહ્યું છે, દુબઈને ગ્લોબલ ઇનોવેશન હબ તરીકે સ્થાન આપે છે. મેટ્રોની રેડ લાઇનના વિસ્તરણ, રોડ્સ અને બ્રિજીસના અપગ્રેડેશન જેવા મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ સાથે સરકારનો સહયોગ, આર્થિક વૃદ્ધિને વધુ ઉત્તેજન આપશે, નવી વ્યવસાયની તકો ઊભી કરશે અને વધુ રોકાણ આકર્ષશે.
દુબઈ ભારતીયો માટે એક આદર્શ આંતરરાષ્ટ્રીય રિઅલ એસ્ટેટ રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેના સ્ટ્રેટ્રેજિક લોકેશન, સાનુકૂળ ટેક્સ રીઝીમ, સ્ટ્રોંગ રેન્ટલ ઇન્કમ, વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આશાસ્પદ આર્થિક વૃદ્ધિ સાથે, દુબઈ ભારતીય રોકાણકારો માટે તેમના રોકાણ પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવા માંગતા હોય તેવા માટે ઘણી તકો આપે છે. દુબઇએ વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવાનું ચાલુ રાખ્યું હોવાથી, ભારતીય રોકાણકારો દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટનો લાભ લઈ શકે છે અને તેના પોટેન્શિઅલનો લાભ ઉઠાવી શકે છે અને તેમના રોકાણો પર લાંબા ગાળાના વળતરને સુરક્ષિત કરી શકે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE














