Yugen Coffee Table Book Banner
Home National News જાણો નાણાકીય વર્ષ 2023-24માં આ શહેરોમાં લોકોએ કેટલા લાખ કરોડ રૂપિયાના ઘર...

જાણો નાણાકીય વર્ષ 2023-24માં આ શહેરોમાં લોકોએ કેટલા લાખ કરોડ રૂપિયાના ઘર ખરીદ્યા

દિલ્હી એનસીઆરમાં રહેણાંક વેચાણ 42 ટકા વધી અને 50,620 કરોડ થયું છે જે ગત વર્ષે 35610 કરોડ હતું

Know how many lakh crore rupees houses people bought in these cities

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

જો તમે પણ વર્ષોથી પોતાનું ઘર ખરીદવા બચત કરી રહ્યા હોય પરંતુ માર્કેટની મંદીની વાતોથી ઘર ખરીદવાની હિંમત કરતાં ગભરાતા હોવ તો આ વાત તમારા માટે જાણવી જરૂરી છે. નાણાંકીય વર્ષ 2022-2023માં દેશના સાત મોટા શહેરોમાં મકાનો વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રિઅલ એસ્ટેટ માર્કેટમાં 48 ટકાનું વેચાણ વધારે થયું છે. આ વર્ષમાં 3.47 લાખ કરોડના ઘરનું વેચાણ થયું છે. રિઅલ એસ્ટેટ ફર્મ એનારોક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઊંચી માંગ અને મકાનોની વધતી કિંમતના કારણે રીઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી છે. રિઅલ એસ્ટેટ ફર્મના જણાવ્યાનુસાર હાઉસિંગ પ્રોપર્ટીનું વેચાણ વર્ષ 2021-22માં 2,34,850 કરોડથી વધીને વર્ષ 2022-23માં 3,46,960 કરોડ થયું હતું. સંખ્યાની દ્રષ્ટિએ ઘરનું વેચાણ 2021-22માં 2,77,783 યુનિટથી વધીને 2022-23માં 3,79,095 યુનિટ થયું છે. આ આંકડા હાઉસિંગ સેક્ટરમાં નવા વેચાણ વ્યવહારો પર આધારિત છે. એનારોક ગ્રૂપના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, ‘ભારતનું રેસિડેન્શિઅલ રિઅલ એસ્ટેટ સેક્ટર મંદીના ભય વિના આગળ વધી રહ્યું છે અને અભૂતપૂર્વ વેચાણના બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે.’

દિલ્હી એનસીઆરમાં રહેણાંક વેચાણ 42 ટકા વધી અને 50,620 કરોડ થયું છે જે ગત વર્ષે 35610 કરોડ હતું. મુંબઈની વાત કરીએ તો અહીં 2021-22માં 1,14,190 કરોડ રૂપિયાથી 46 ટકા વધી અને વર્ષ 2022-23માં 1,67,210 કરોડ રુપિયા થયું છે. જ્યારે બેંગલુરુમાં વેચાણ ગત વર્ષની સરખામણીમાં 49 ટકા વધી 38,870 કરોડ રૂપિયા થયું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :