Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
સુરત શહેરની મહત્વાકાંક્ષી અને રૂ.8 હજાર કરોડની રિવરફ્રન્ટ યોજના માટે સુરત મહાનગર પાલિકાએ લોન મેળવવાની કવાયત શરૂ કરી છે, નિર્માણ ખર્ચમાં રાજ્ય સરકારના આર્થિક સહયોગની પરવાનગી પણ માંગવામાં આવી છે જેમાં રાજ્યના નાણા વિભાગે સાબરમતી રિવરફ્રન્ટની સરખાણમીએ સુરત રિવરફ્રન્ટની કોસ્ટ કેમ વધારે છે એવો સવાલ ઊભો કર્યો છે. સુરત પાલિકાએ હવે વર્ષો પહેલા સાકાર થયેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન પર નજર ફેરવી છે અને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં સામેલ અમદાવાદના આર્કિટેક્ટ સાથે પણ કોસ્ટ કમ્પેરિઝન સહિતના મહત્વના મુદાઓ પર ચર્ચા કરી છે. સુરત પાલિકા કમિશનરે અમદાવાદના આર્કિટેક્ટ સાથેની બેઠક બાદ રાજ્યના ફાઈનાન્સ વિભાગને એડિશનલ રિપોર્ટ સબમિટ કરવાની પણ કવાયત હાથ ધરી છે.
લાંબા સમયથી કાગળ પર જ ચાલી રહેલા સુરતના રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને હવે ગ્રાઉન્ડ પર શરૂ કરવાની અંતિમ તબક્કાની કવાયત તેજ કરવામાં આવી છે. હાલમાં કાર્યરત પાલિકાના 9 મુખ્ય પ્રોજેક્ટ પાછળ અંદાજે 4500 કરોડના ખર્ચનો અંદાજ છે ત્યારે રૂ.8 હજાર કરોડના ખર્ચે બનનારા સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ મેળવવાની કવાયત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આગામી ડિસેમ્બર માસથી સુરતમાં તાપી રિવરફ્રન્ટનું કામ શરૂ કરવાની ગણતરી સુરત મહાનગર પાલિકાની છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















