Yugen Coffee Table Book Banner
Home Local News આ પાંચ શહેરોમાં તમારી પ્રોપર્ટી છે તો મળશે મોટું વળતર

આ પાંચ શહેરોમાં તમારી પ્રોપર્ટી છે તો મળશે મોટું વળતર

રાજ્ય સરકારના નિર્ણયથી પાંચ શહેરોમાં પ્રોપર્ટીના ભાવ ડબલથી પાંચ ગણા થવાની સંભાવના

The state government's decision is likely to double or quintuple property prices in five cities.

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

સમગ્ર દેશમાં ગુજરાતીઓ સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી અને શેર માર્કેટમાં કરે છે  અને ત્રીજા વિકલ્પ તરીકે સોનામાં રોકાણ કરતા હોય છે. જોકે, ભવિષ્યમાં ક્યા પ્રોપર્ટીના ભાવ ઉંચકાશે તે માહિતી મળે તો પ્રોપર્ટી પર ઈન્વેસ્ટમેન્ટથી સારું વળતર બીજે કશે ન મળતું હોવાની વાતથી ગુજરાતીઓ વાકેફ  છે. ત્યારે ગુજરાતના કેટલાક નાના શહેરોની પ્રોપર્ટીના ભાવ ભવિષ્યમાં વધી શકે છે કારણ કે, ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે જેનાથી આ શહેરોમાં પ્રોપર્ટીની બોલબાલા થશે. આ શહેરોમાં રોકાણ તમને મોટો ફાયદો કરાવી શકે છે. ગુજરાતમાં વધુ પાંચ નગર પાલિકાને મહાનગરનું સ્ટેટસ મળી શકે છે જેથી આ શહેરોમાં રોકાણથી  તમને મોટો ફાયદો મળી શકે છે. પ્રોપર્ટી મામલે આ તમને મોટો ફાયદો કરાવી શકે છે. જો તમારી આ શહેરોમાં પ્રોપર્ટી હશે તો મનપા બન્યા બાદ તેમાં વધારો થશે એ ફાઇનલ છે. આ શહેરોમાં પ્રોપર્ટી માર્કેટમાં ધૂમ તેજી આવે તેવી પૂરી સંભાવના છે.  ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકારે 9 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત કરી હતી જેમાં હવે નવી 5 મહાનગરપાલિકાનો ઉમેરો થાય તેવી શક્યતા છે. નવી 5 મહાનગરપાલિકાની જાહેરાત થતા જ ગુજરાત પાસે કુલ 22 મહાનગરપાલિકા થઈ જશે. 
હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આચાર સંહિતા લાગુ છે. તેથી ચૂંટણી બાદ ગુજરાત સરકાર નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, સોમનાથ, વેરાવળ, ભૂજ, ભરૂચ, પાલનપુર અને હિંમતનગર પાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાની કામગીરી કરવામાં આવશે. 
ગુજરાતમા હાલ 8 મહાનગરપાલિકા છે  જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. સરકારે બજેટ સત્ર દરમિયાન મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, નવસારી અને ગાંધીધામને મહાનગરનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. તેના બાદ પોરબંદર અને નડિયાદ ને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.

આમ, સરકારે એક જ વર્ષમાં 9 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. ત્યારે હવે બીજી પાંચ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળવાની વિચારણા ચાલી રહી છે જેમાં સોમનાથ-વેરાવળ, ભૂજ, ભરૂચ, પાલનપુર અને હિંમતનગરનો સમાવેશ થાય છે. 
હવે વાત તમારા ફાયદાની કરીએ તો, આ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ત્યારે આ શહેરોને વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી વધુ ફંડ મળશે. આ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી વ્યવસ્થાઓ વિકસશે. જાહેર સુવિધાઓમાં વધુ વિકાસ થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર હવે આ ક્ષેત્રો પર વધુ સારી વ્યવસ્થા માટે કમિશનરની નિમણૂંક કરશે. સાથે જ ભવિષ્યમાં આ શહેરોનો વિકાસ થશે. આ શહેરોનો વિકાસ આગામી દિવસોમાં ચાર ચાંદ લાગશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :