Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT

ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૪મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. ૧૬ જૂન, ર૦ર૪ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે પ્લૅટિનમ હોલ, સરસાણા ખાતે યોજાયો હતો. જેમાં ચૅમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે વિજય મેવાવાલા અને ઉપ પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસીએ પદભાર સંભાળ્યો હતો. વિજય મેવાવાલા, ચૅમ્બર ઓફ કોમર્સના ૭૮મા પ્રમુખ બન્યા છે.
આ પદગ્રહણ સમારોહ ભારતના જળ શકિત મંત્રાલયના માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી સી.આર. પાટીલજીના મહેમાન પદે યોજાયો હતો. જેમાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રિયવ્રત મફતલાલ સ્પેશ્યલ ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા હતા. ગાર્ડન સિલ્ક મીલ્સ પ્રા. લિ. એન્ડ એમસીપીઆઇ પ્રા. લિ.ના ડાયરેક્ટર શ્રી દેબી પ્રસાદ પાત્રએ ચીફ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવ્યું હતું. ગુજરાતના માનનીય ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) શ્રી હર્ષભાઇ સંઘવી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફૂલભાઇ પાનશેરિયા અને સુરતના માનનીય સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તેમજ એસ્ટ્રલ લિમિટેડના ચૅરમૅન એન્ડ એમડી શ્રી સંદીપ એન્જિનિયર અને નવી દિલ્હી સ્થિત રોયલ થાઇ એમ્બેસીના એમ્બેસેડર હર એક્સલન્સી મીસ પાતારાત હોન્ગટોન્ગ અતિથિ વિશેષ તરીકે સમારોહમાં હાજર રહ્યા હતા.

ચૅમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન ચૅમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલી નોંધનીય કામગીરીનો અહેવાલ રજૂ કરી વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાનો પરિચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડોર સંભાળવા અનુરોધ કર્યો હતો.
પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે ચૅમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે શ્રી વિજય મેવાવાલા અને ઉપ પ્રમુખ તરીકે શ્રી નિખિલ મદ્રાસીએ પદભાર સંભાળ્યો હતો. પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ તેમના કાર્યકાળ દરમ્યાન માનદ્ મંત્રી તરીકે શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી તરીકે શ્રી મૃણાલ શુકલની જાહેરાત કરી હતી. જ્યારે લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે શ્રીમતી ગીતાબેન રમેશ વઘાસિયાની જાહેરાત કરી હતી.
‘વિકસિત ભારત@ર૦૪૭’ને સાકાર કરવા ચૅમ્બર ઓફ કોમર્સનું યોગદાન વિશેષ હશે
વિજય મેવાવાલાએ સર્વેનો આભાર વ્યક્ત કરી ચૅમ્બરના પ્રમુખ પદનો સ્વીકાર કર્યો હતો. તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ગ્લોબલાઇઝેશનના સમયમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના વિઝન ‘વિકસિત ભારત@ર૦૪૭’ને સાકાર કરવામાં SGCCIનું યોગદાન વિશેષ હશે.
ભારતના જળ શકિત મંત્રાલયના માનનીય કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલજીએ જણાવ્યું હતું કે, ચૅમ્બર ઓફ કોમર્સના નવ નિયુક્ત પ્રમુખ વિજયભાઇ મારા જૂના મિત્ર છે અને દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઇએ લઇ જશે તેમ કહીને તેઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા ટર્મ દરમિયાન દેશનો આર્થિક ગ્રોથ રેટ ઊંચો રહેશે, જેમાં ઇન્ડસ્ટ્રી મોટી ભૂમિકા ભજવશે. ઉદ્યોગ સાહસિકોની નાની મોટી મુશ્કેલી રહેવાની છે અને એના પ્રશ્નોના નિરાકરણની મારી જવાબદારી છે.
ઉદ્યોગ સાહસિકો આત્મ નિર્ભરતાથી સજ્જ થઈને આગળ વધે તે માટે સતત પ્રયત્ન કરાશે
ઉદ્યોગોના પ્રશ્નો અને સમસ્યાઓનું કાયમી અને સચોટ નિરાકરણ માટે પ્રયાસ કરાશે
બેન્કીંગ એન્ડ ઇન્સ્યોરન્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવશે
સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા યુવાઓ માટે ખાસ ઇકો સિસ્ટમ વિકસિત કરવા વિશેષ પગલાં ભરાશે
GCCI અને SGCCIના સંયુક્ત ઉપક્રમે એક્ઝીબીશન યોજાશે

______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE













